પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડે શુક્રવારે ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. એશિયા કપમાં રમી ચૂકેલા બે ખેલાડીઓને આ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. નસીમ શાહ ઈજાના કારણે બહાર છે. ટીમમાં તેના સ્થાને હસન અલી આવ્યો છે. ફાસ્ટ બોલર ફહીમ અશરફની જગ્યાએ લેગ સ્પિનર ઉસામા મીર (Usama Mir) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હરિસ રઉફ એશિયા કપમાં ભારત સામે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે ફિટ થઈ ગયો છે. આ જ મેચમાં નસીમ શાહ (Naseem Shah) ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે ફિટ નથી અને 6-8 મહિના ટીમની બહાર રહેશે.
ભારતની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે અને તેને ધ્યાનમાં રાખીને ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે ફહીમ અશરફની જગ્યાએ લેગ સ્પિનર મીરને પસંદ કર્યો છે. નસીમ શાહની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે. હસન અલી આની ભરપાઈ કરી શકશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.
Pakistan’s Chief Selector Inzamam-ul-Haq shares insights on the selected squad for #CWC23 https://t.co/kGZM2qMQ9N
— ICC (@ICC) September 22, 2023
નસીમ શાહની ગેરહાજરી છતાં પાકિસ્તાનની બોલિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમમાં શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી જેવા બોલર છે. જો સ્પિનરોની વાત કરીએ તો શાદાબ ખાન ટીમનો મુખ્ય સ્પિનર છે. તેના સિવાય ટીમમાં મોહમ્મદ નવાઝ અને મીર છે. આ ત્રણેય ઓલરાઉન્ડર છે અને ટીમની બેટિંગને પણ મજબૂત બનાવે છે.
જોકે બેટિંગ પાકિસ્તાનની નબળી કડી રહી છે. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ટીમના મુખ્ય બેટ્સમેન છે. જ્યાં સુધી આ બંને વિકેટ પર છે ત્યાં સુધી પાકિસ્તાનની બેટિંગ મજબૂત છે, પરંતુ આ બંને પેવેલિયન પરત ફરતાની સાથે જ ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ફખર ઝમાન અને ઈમામ ઉલ હક પાકિસ્તાનની ઓપનિંગ જોડી છે. ઇફ્તિખાર અહમ, રિઝવાન અને સલમાન અલી આગા મિડલ ઓર્ડરમાં છે. પરંતુ મજબૂત બોલિંગ સામે તેઓ વિખેરાઈ જતા જોવા મળ્યા છે. મિડલ ઓર્ડર પાકિસ્તાનની મુખ્ય નબળાઈ રહી છે. જે આ ટીમમાં પણ જોવા મળે છે.
Pakistan unveil squad for the World Cup campaign
More details ➡️ https://t.co/hanhk17ACZ#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/HY9cWDGnQn
— Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023
આ પણ વાંચો : દેશના નંબર-1 ટેનિસ પ્લેયરની આવી હાલત, બેંક ખાતામાં માત્ર 80 હજાર રૂપિયા જ બચ્યા
બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી.