ખેડૂતના પુત્રએ તોડ્યો યુવરાજ સિંહનો રેકૉર્ડ, કંપનીએ પણ ખૂશ થઈને આપી દીધી એક દિવસ ઉજવણીની રજા

વર્ષે 2007 T-20 વલ્ડૅ કપમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં સતત 6 સિક્સરો ફટકારીને વલ્ડૅ રેકૉર્ડ બનાવ્યો હતો. હવે મુંબઈના એક ક્રિકેટરે તેનાથી પણ મોટો રેકૉર્ડ બનાવ્યો છે. મુંબઈમાં રહેતો મકરંદ પાટિલે મુંબઈ ક્રિકેટ એસોશિએશનની એક ટૂર્નામેન્ટમાં સતત 7 સિક્સરો ફટકારી હતી. 8 નંબર પર બેટિંગ કરવા માટે આવેલા પાટિલે 26 બોલમાં 84 રન બનાવ્યા […]

ખેડૂતના પુત્રએ તોડ્યો યુવરાજ સિંહનો રેકૉર્ડ, કંપનીએ પણ ખૂશ થઈને આપી દીધી એક દિવસ ઉજવણીની રજા
| Edited By: | Updated on: Mar 26, 2019 | 5:33 PM

વર્ષે 2007 T-20 વલ્ડૅ કપમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં સતત 6 સિક્સરો ફટકારીને વલ્ડૅ રેકૉર્ડ બનાવ્યો હતો.

હવે મુંબઈના એક ક્રિકેટરે તેનાથી પણ મોટો રેકૉર્ડ બનાવ્યો છે. મુંબઈમાં રહેતો મકરંદ પાટિલે મુંબઈ ક્રિકેટ એસોશિએશનની એક ટૂર્નામેન્ટમાં સતત 7 સિક્સરો ફટકારી હતી. 8 નંબર પર બેટિંગ કરવા માટે આવેલા પાટિલે 26 બોલમાં 84 રન બનાવ્યા અને તેની ટીમને વિવા સુપરમાર્કેટ્સને F ડિવિઝન ટાઈમ્સ શીલ્ડ ટૂર્નામેન્ટનો ખિતાબ આપાવ્યો હતો.

TV9 Gujarati

 

મકરંદની આ ધમાકેદાર બેટિંગ પછી બધી જ જગ્યાએ તેની વાહ વાહ થઈ રહી છે. જે કંપનીમાં તે સેલ્સમેન તરીકે કામ કરે છે. તે કંપનીએ પણ મકરંદને ઉજવણી કરવા માટે 1 દિવસની રજા આપી છે. વિરારમાં રહેતા મકરંદનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તેમના પિતા ખેડૂત છે અને તે ખેતરમાં તેમના પિતાની મદદ પણ કરે છે. જેના લીધે તે ઘણી મેચોમાં તે ભાગ પણ નથી લઈ શકતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]