Rohit sharmaએ એક મેચમાં બનાવ્યા 6 મોટા રેકોર્ડ, બાબર આઝમ-કોહલીની કરી બરાબરી, ધોનીને છોડયો પાછળ

|

Nov 20, 2021 | 12:14 PM

India vs New Zealand T20 Series: રોહિત શર્માએ બીજી T20 મેચમાં અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

Rohit sharmaએ એક મેચમાં બનાવ્યા 6 મોટા રેકોર્ડ, બાબર આઝમ-કોહલીની કરી બરાબરી, ધોનીને છોડયો પાછળ
Rohit sharma

Follow us on

Rohit sharma :કેપ્ટન તરીકે શાનદાર ડેબ્યુ કર્યું છે. ટીમ ઈન્ડિયા (Team India)એ બીજી T20 (India vs New Zealand)માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ મેચમાં 55 રન બનાવ્યા હતા. મેચમાં પહેલા રમતા ન્યુઝીલેન્ડે (New Zealand) 153 રન બનાવ્યા હતા. ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેએલ રાહુલે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. સિરીઝની છેલ્લી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાવાની છે. રોહિતે આ મેચમાં 6 મોટા રેકોર્ડ બનાવ્યા. આવો જાણીએ આ રેકોર્ડ.

પ્રથમ: 29મી વખત 50 થી વધુનો સ્કોર

મેચમાં રોહિત શર્મા (Rohit sharma)એ અડધી સદી ફટકારી હતી. તેણે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 29મી વખત 50થી વધુ રન બનાવ્યા. આ એક રેકોર્ડ છે. વિરાટ કોહલીએ પણ સૌથી વધુ 29 વખત આ કારનામું કર્યું છે. રોહિતે 4 સદી અને 25 અડધી સદી ફટકારી છે. કોહલી અત્યાર સુધી સદી ફટકારી શક્યો નથી. T20 ઈન્ટરનેશનલ (T20 International)માં સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ રોહિતના નામે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બીજું: કેએલ રાહુલ સાથે 5મી સદીની ભાગીદારી

રોહિત શર્મા અને કેએલ રાહુલે મેચમાં સદીની ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. આ બંને T20 આંતરરાષ્ટ્રીય મેચોની 5મી સદીની ભાગીદારી છે. આ પણ એક રેકોર્ડ છે. પાકિસ્તાન (Pakistan)ના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પણ જોડી તરીકે 5 વખત સૌથી વધુ સદીની ભાગીદારી કરી છે.

ત્રીજો: 450 સિક્સર મારનાર પ્રથમ ભારતીય

રોહિત શર્માએ મેચમાં 5 સિક્સર ફટકારી હતી. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 454 છગ્ગા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે. વિશ્વના માત્ર ત્રણ ખેલાડીઓ જ આ કરી શક્યા પાકિસ્તાનના ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી પણ આ કરી ચુક્યા છે.

ચોથી: 25મી વખત જીતવા માટે 50થી વધુ રન બનાવ્યા

રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 50થી વધુ રન બનાવીને ટીમને 25મી વખત જીત અપાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ત્રણ વખત સદી અને 22 અડધી સદી ફટકારીને આવું કર્યું છે. વિશ્વનો અન્ય કોઈ ખેલાડી આવું કરી શક્યો નથી. વિરાટ કોહલી 20 વખત આ કારનામું કરીને બીજા નંબર પર છે.

પાંચમી : ખેલાડી તરીકે 13મી વખત સદીની ભાગીદારી

રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 13 વખત ખેલાડી તરીકે 100થી વધુ રનની ભાગીદારી કરી છે. આ પણ એક રેકોર્ડ છે. તેણે કેએલ રાહુલ સાથે 5 વખત, શિખર ધવન સાથે 4 વખત, વિરાટ કોહલી સાથે 3 વખત અને સુરેશ રૈના સાથે એક વખત 100થી વધુ રન ઉમેર્યા છે.

છઠ્ઠી: સૌથી ઓછી મેચોમાં 10મી જીત

રોહિત શર્મા એક કેપ્ટન તરીકે ઘરઆંગણે સૌથી ઓછી મેચોમાં 10 જીત મેળવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 11માંથી 10 ટી20 મેચ જીતી છે. વિરાટ કોહલી અને એમએસ ધોનીને અહીં સુધી પહોંચવામાં 15થી વધુ મેચ લાગી.

આ પણ વાંચો : PM Modi in Lucknow : PM મોદી આજે લખનૌની મુલાકાતે, DGP કોન્ફરન્સમાં આંતરિક સુરક્ષા માટે તૈયાર કરશે રણનીતિ

Next Article