Test match : રોહિત શર્મા લોર્ડ્સમાં સદી ચૂકયો, ચાહકોએ સંજય માંજરેકરને ટ્રોલ કર્યા

|

Aug 13, 2021 | 12:52 PM

રોહિત શર્મા અને કેએલ રાહુલની તાકાત પર ભારતે લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દિવસે શાનદાર શરૂઆત કરી છે. રોહિત 83 રન કર્યા બાદ આઉટ થયો જ્યારે હિટમેન આઉટ થયો ત્યારે તેના ચાહકોએ સંજય માંજરેકર ટ્રોલ કર્યા હતા.

Test match : રોહિત શર્મા લોર્ડ્સમાં સદી ચૂકયો, ચાહકોએ સંજય માંજરેકરને ટ્રોલ કર્યા
રોહિત શર્મા લોર્ડ્સમાં સદી ચૂકયો, ચાહકોએ સંજય માંજરેકરને ટ્રોલ કર્યા

Follow us on

Test match : :રોહિત શર્મા (rohit sharma) અને કેએલ રાહુલે લોર્ડ્સ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ (second test)ના પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતું. રાહુલે 248 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 127 રન બનાવ્યા હતા. રોહિત વિદેશી ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો. તેણે 145 બોલમાં 83 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી. રોહિતના આઉટ થતાં જ તેના ચાહકોએ કોમેન્ટેટર સંજય માંજરેકર (Commentator Sanjay Manjrekar)ને સોશિયલ મીડિયા (Social media)પર ટ્રોલ કર્યા હતા.

કોમેન્ટેટર સંજય માંજરેકર ચાહકોના નિશાના પર આવ્યા હતા. યુઝર્સે કહ્યું કે, જો માંજરેકર ચૂપ રહ્યા હોત તો કદાચ રોહિત પોતાની સદી પૂરી કરી શકત. રોહિત શર્મા (rohit sharma)ના આઉટ થયા બાદ રાહુલે જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી. ભારતે પ્રથમ 10 ઓવરમાં 11 રન બનાવ્યા હતા પરંતુ બેટ્સમેનો કોઈપણ સમયે દબાણમાં દેખાયા ન હતા. 13 મી ઓવરમાં રોહિતે સેમ કેરેનને ઇનિંગના પહેલા ચાર રન ફટકાર્યા હતા. તેણે પહેલા 50 બોલમાં 13 રન બનાવ્યા હતા

કેરેનની ઓવરમાં ચાર ચોગ્ગા ફટકારીને સ્કોર બોર્ડને વેગ આપ્યો હતો. રોહિતે ટેસ્ટ મેચોમાં પોતાની 13મી અડધી સદી ઓલી રોબિન્સન પર એક રન લઈને પૂરી કરી હતી. જ્યારે ભારતનો સ્કોર (India score)100 રન સુધી પહોંચ્યો ત્યારે રાહુલે માત્ર 16 રન કર્યા હતો. રોહિતની બેટિંગ જોઈને કોમેન્ટ્રી બોક્સમાં હાજર રહેલા સંજય માંજરેકર બંને ટેસ્ટમાં રોહિતની સંયમિત ઇનિંગ્સની પ્રશંસા કરી રહ્યા હતા. જ્યારે એવું લાગતું હતું કે, રોહિત શર્મા (rohit sharma) વિદેશમાં પોતાની પ્રથમ સદી પૂરી કરશે, પરંતુ રોહિતને બોલ્ડ થતો જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. હિટમેન આઉટ થતાં જ તેના ચાહકો માંજરેકર પર ગુસ્સે થયા હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

તમને જણાવી દઈએ કે, ભારતે લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસની રમતના અંતે ટીમે ત્રણ વિકેટે 276 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ સદી સાથે રમી રહ્યો છે. રાહુલની આ છઠ્ઠી ટેસ્ટ સદી છે. કેપ્ટન વિરાટ કોહલી 42 રન કર્યા બાદ આઉટ થયો હતો.

આ પણ વાંચો : landslide : ઉત્તરાખંડના ચમોલીમાં ફરી એક વખત ભુસ્ખલન થયું, જુઓ VIDEO

Next Article