Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

|

Sep 06, 2021 | 2:49 PM

ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોથી ભરેલું હતું. ગુલબદીન નાયબ, રહેમત શાહ અને હશમતુલ્લાહ શાહિદી જેવા સ્ટાર ખેલાડીઓને દર્શકો ચીયર કરતા હતા.

Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા
Kabul International Stadium

Follow us on

Kabul International Stadium : અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન શાસનની સ્થાપના પછીના દિવસોમાં તેનો અલગ અર્થ હોઈ શકે છે, પરંતુ હજારો દર્શકો તેમના મનપસંદ ખેલાડીઓને ક્રિકેટ રમતા જોવા કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Kabul International Stadium) પર ઉમટી પડ્યા હતા.

સ્ટેડિયમ શહેરના એરપોર્ટથી દૂર નથી, જ્યાં ગત્ત અઠવાડિયે એક આત્મઘાતી બોમ્બ ધડાકામાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા. તાલિબાને દેશની રાજકીય લગામ સંભાળી લીધા પછી, સ્થાનિક લોકો માટે આ ક્રિકેટ મેચને જીવંત જોવી એ અફઘાનિસ્તાનના લોકોના ચહેરા પર ફરીથી આનંદ લાવવા જેવું હતું.

કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Kabul International Stadium)માં તાલિબાન શાસન પછી પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. આ મેચ જોવા તાલિબાનો પણ ખભા પર રાઈફલ લટકાવીને પહોંચી ગયા હતા. એટલું જ નહિ કેટલાકના હાથમાં મશીનગન અને અમેરિકાની એમ-16 રાઈફલ પણ હતી. હમજા નામના એક તાલિબાને કહ્યું કે, હું પણ એક ખેલાડી છું ઓલરાઉન્ડર છું અહીં લોકો વચ્ચે બેસીને મેચ જોવી મને સારી લાગી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket tournament)ની મેચ શુક્રવારે કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી, જેમાં અફઘાનિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જેવા કે ગુલબદીન નાયબ, રહેમત શાહ, હશમતુલ્લા શાહિદીએ ભાગ લીધો હતો. મેચ દરમિયાન અફઘાનિસ્તાન અને તાલિબાનના ધ્વજ સ્ટેન્ડમાં લહેરાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) હાલમાં આશાનું કિરણ ઉભું કરવા અને લોકોમાં શાંતિ પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેથી જ તે આવી ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યું છે. સ્ટેડિયમની બહાર બોર્ડર લાઇન પર તાલિબાન દળો પોતાની રાઇફલોથી લોકો પર નજર રાખી રહ્યા હતા. સ્ટેડિયમની અંદર રમાયેલી ટી 20 મેચમાં પીસ ડિફેન્ડર્સનો સામનો પીસ હીરોઝ સામે થયો હતો.

ACBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)એ કહ્યું, “ટીમોના નામ સૂચવે છે કે, આ રમત શાંતિ અને સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે. તે લોકોની માગ છે કે, તેઓ દેશમાં સામાન્ય જીવન જીવવા અને આવી તકોનો આનંદ માણવા માટે શાંતિ ઇચ્છે છે.

જોકે સ્ટેડિયમમાં કોઈ મહિલા દર્શકો હાજર નહોતી. શિનવારીએ કહ્યું કે, તે દિવસે મહિલાઓ આવવા પર કોઈ પ્રતિબંધ નથી. મહિલા ક્રિકેટના સંદર્ભમાં, તેણે સ્વીકાર્યું કે ટીમ અને સપોર્ટ સ્ટાફ મૂંઝવણમાં છે કારણ કે તાલિબાન આ મુદ્દા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે અસ્પષ્ટ છે. અત્યારે ખેલાડીઓ તાલિબાન ક્રિકેટ (Taliban Cricket)ને સપોર્ટ કરવા માંગે છે.

 

આ પણ વાંચો : Rohit sharmaના જૂના અને નવા મિત્રોએ તેમનો જુસ્સો બતાવ્યો, એક ખેલાડીએ 10 બોલમાં 50 રન બનાવ્યા, બીજાએ કેપ્ટનશીપમાં જીતની ઉજવણી કરી

Next Article