Cricket: હાથી પણ રમવા લાગ્યો ક્રિકેટ, સૂંઢ વડે ફટકાબાજી જોઇ દિગ્ગજ ક્રિકેટરો ફીદા થયા, જુઓ વિડીયો

|

May 10, 2021 | 4:44 PM

ભારતમાં કોરોના કાળને લઇને હાલમાં ક્રિકેટ સહિતની રમતો થંભી ગઇ છે. ક્રિકેટમાં પણ તેમે બેટસમેનોને અવનવા શોટ્સ ફટકારતા જોયા હશે. ખાસ કરીને IPL જેવી ટુર્નામેન્ટમાં તો અવનવા શોટ્સ જરુર જોવા મળી જતા હોય છે.

Cricket: હાથી પણ રમવા લાગ્યો ક્રિકેટ, સૂંઢ વડે ફટકાબાજી જોઇ દિગ્ગજ ક્રિકેટરો ફીદા થયા, જુઓ વિડીયો
Elephants playing cricket

Follow us on

ભારતમાં કોરોના કાળને લઇને હાલમાં ક્રિકેટ સહિતની રમતો થંભી ગઇ છે. ક્રિકેટમાં પણ તેમે બેટસમેનોને અવનવા શોટ્સ ફટકારતા જોયા હશે. ખાસ કરીને IPL જેવી ટુર્નામેન્ટમાં તો અવનવા શોટ્સ જરુર જોવા મળી જતા હોય છે. જોકે એક હાથી આજકાલ ક્રિકેટ રમતો હોવાનો વિડીયો વાયરલ થવા લાગ્યો છે. જેમાં હાથી (Elephant ) પોતાની સુંઢમાં બેટ ભરાવીને શોટ્સ ફટકારી ક્રિકેટ રમી રહ્યો છે. હાથીના આ વિડીયોને જોઇ ને ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) અને ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) પણ હાથી પર ફીદા થઇ ગયા હતા.

હાથી દ્રારા દમદાર બેટીંગ કરવાને લઇને માઇકલ વોને વિડીયોને રીટ્વીટ કરતા લખ્યુ હતુ કે, પાક્કી વાત છે કે, હાથી પાસે ઇંગ્લીશ પાસપોર્ટ છે.

જ્યારે વિરેન્દ્ર સહેવાગે હાથીને શોટ્સને લઇને લખ્યુ હતુ કે, ઇનસાઇડ આઉટ કવરની ઉપર થી. સૂંઢ અને આંખોનો મિલાપ પિક પર. ક્લાસીક ફોર્મ. હાથીની બેટીંગ જોઇને હરભજનસિંહ પણ ફેન થઇ ગયો અને રિએક્ટ કર્યો હતો. સોશિયલ મિડીયા પર આ હાથીની ક્રિકેટનો વિડીયોનો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોને કેરનો બતાવવામાં આવી રહ્યો છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરને લઇને હાલમાં પરિસ્થીતી ખૂબ જ મુશ્કેલ પસાર થઇ રહી છે. હજ્જારો લોકો ઓક્સીજન ની અછત ને લઇને પોતાની જાન ગુમાવી રહ્યા છે. એવામાં હાથી ની આ બેટીંગ લોકોને જરુર ચહેરા પર મુસ્કાન લાવી દેવાનુ કામ કરી રહ્યો છે. હાલમાં જ કોરોના સંક્રમણને લઇને આઇપીએલ 2021 ને પણ સ્થગીત કરી દેવામાં આવી હતી. આમ લોકો માટે રમતનુ મનોરંજન પણ હાલના સમયમાં છીનવાઇ ગયુ છે.

 

Next Video