CPL 2021: કોરોનાકાળમાં IPL અને PSL સ્થગીત હોવા વચ્ચે CPL ટુર્નામેન્ટ રમાશે, તારીખનું કરાયુ એલાન

|

May 20, 2021 | 8:51 PM

કોરોનાકાળમાં હાલમાં આઈપીએલ અને પીએસએલ ટુર્નામેન્ટો અટકેલી પડી છે, આ દરમ્યાન હવે કેરેબિયન પ્રિમીયર લીગ (Caribbean Premier League)ના આયોજનની તારીખ જાહેર કરાઈ છે. CPL તરીકે ઓળખાતી આ લીગ આગામી ઓગષ્ટ માસથી શરુ થશે. 19 સપ્ટેમ્બરે સીપીએલ 2021ની ફાઈનલ મેચ રમાશે. આયોજક સમિતિ દ્વારા તેની જાણકારી અપાઈ છે.

CPL 2021: કોરોનાકાળમાં IPL અને PSL સ્થગીત હોવા વચ્ચે CPL ટુર્નામેન્ટ રમાશે, તારીખનું કરાયુ એલાન
Caribbean Premier League

Follow us on

કોરોનાકાળમાં હાલમાં આઈપીએલ અને પીએસએલ ટુર્નામેન્ટો અટકેલી પડી છે, આ દરમ્યાન હવે કેરેબિયન પ્રિમીયર લીગ (Caribbean Premier League)ના આયોજનની તારીખ જાહેર કરાઈ છે. CPL તરીકે ઓળખાતી આ લીગ આગામી ઓગષ્ટ માસથી શરુ થશે. 19 સપ્ટેમ્બરે સીપીએલ 2021ની ફાઈનલ મેચ રમાશે. આયોજક સમિતિ દ્વારા તેની જાણકારી અપાઈ છે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સીપીએલ 2021ની લીગમાં કુલ 33 મેચ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં આ વખતે સ્થળને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે. સીપીએલને ત્રિનીદાદ અને ટોબૈગોના બદલે સેંટ કિટ્સ એન્ડ નેવિસ ખાતે ખસેડવામાં આવી છે. તમામ 33 મેચ વોર્નર પાર્ક ખાતે રમાડવામાં આવશે.

 

 

સીપીએલમાં વિશ્વભરમાંથી ખેલાડીઓ હિસ્સો લેતા હોય છે. સીપીએલ વિશ્વની મોટી ટી20 લીગ પૈકી એક માનવામાં આવી રહી છે. 2020માં તેના દર્શકોની સંખ્યા 52.3 કરોડ જેટલી હોવાનો અંદાજ લગાવાયો હતો. જે વર્ષ 2019ની સીઝન કરતા 67 ટકા વધુ છે.

 

સીપીએલના સીઈઓ પીટ રસેલે કહ્યુ હતુ કે, સીપીએલ 2021 માટે ટુર્નામેન્ટ વિન્ડોની પુષ્ટી થવી એ ખરેખર જ રોમાંચક છે. અમે આ વર્ષની યજમાની કરવા માટે તૈયારી દર્શાવવા બદલ સેંટ કિટ્સ એન્ડ નેવિસ સરકારનો આભાર માનીએ છીએ. અમે ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝનો પણ આભાર માનવા માંગી છીએ કે, તેમણે ક્રિકેટની વ્યસ્તતા વચ્ચે અમને વિન્ડો ઉપલબ્ધ કરાવી.

 

 

રસેલે આગળ કહ્યુ હતુ કે, અમે 2021માં એક વાર ફરીથી હિરો સીપીએલનું સફળ આયોજન કરવાની આશા કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડીઝની ટીમ આ વર્ષે જૂનથી લઈને ઓગષ્ટ સુધી સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન સાથે ટુર્નામેન્ટ રમશે. વેસ્ટ ઈન્ડીઝ આ ટીમો સામે ઘર આંગણે ક્રિકેટ શ્રેણી રમશે.

 

 

વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ઓસ્ટ્રેલીયા સામે પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ અને ત્રણ વન ડે મેચ ની શ્રેણી રમશે. ત્યારબાદ પાકિસ્તાન સામે પાંચ ટી20 મેચની સિરીઝ અને બે ટેસ્ટ મેચ ઘર આંગણે રમશે.

 

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે હેડ કોચની ભૂમિકામાં રાહુલ દ્રવિડ જોવા મળી શકે

Next Article