Corona: યુઝવેન્દ્ર ચહલના માતા અને પિતા કોરોનાની ઝપેટમાં, પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના માતા પિતા કોરોના વાઈરસની ઝપેટમાં સપડાયા છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી.

Corona: યુઝવેન્દ્ર ચહલના માતા અને પિતા કોરોનાની ઝપેટમાં, પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા
Yuzvendra Chahal
| Edited By: | Updated on: May 13, 2021 | 4:35 PM

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના માતા પિતા કોરોના વાઈરસની ઝપેટમાં સપડાયા છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. યુઝવેન્દ્ર ચહલના પિતાની હાલ વધારે ગંભીર છે. ગંભીર લક્ષણોને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચહલ આઈપીએલની ફેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સાથે જોડાયેલો છે.

 

 

ધનશ્રીએ ઈન્સ્ટા સ્ટોરી મારફતે જાણકારી આપી હતી કે મારા સાસુ-સસરા કોરોના સંક્રમિત છે. બંનેને ગંભીર લક્ષણો જણાયા છે. સસરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સાસુને ઘરે જ સારવાર અપાઈ રહી છે. હું હોસ્પિટલમાં હતી અને ખૂબ ખરાબ હાલત જોઈ હતી. હું પુરુ ધ્યાન આપી રહી છુ. જો કે આપ સૌ ઘરે જ રહેશો અને પરિવારનો પુરુ ધ્યાન રાખશો.

 

ધનશ્રી વર્મા પોષ્ટ

 

આ પહેલા ધનશ્રીના માતા અને ભાઈ પણ કોરોના પોઝિટીવ જણાયા હતા. તે સમયે તે આઈપીએલ બબલમાં હતી. જોકે હવે ધનશ્રીના માતા અને ભાઈ સ્વસ્થ થઈ ચુક્યા છે. ધનશ્રીએ પણ બતાવ્યુ હતુ કે, તેમના કાકા અને કાકી કોરોનાને લઈને અવસાન પામ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2021ની સિઝનમાં રમી રહ્યો હતો. સિઝન સ્થગીત કરાયા અગાઉ ધનશ્રી અને ચહલ બંને બબલમાં સાથે રહી રહ્યા હતા.

 

આ પણ વાંચો: ICC Ranking: ભારત ટેસ્ટમાં નંબર વન, ન્યુઝીલેન્ડ નંબર ટુ ના સ્થાન પર, જાણો કોના કેટલા પોઇન્ટ