Corona: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓએ વેકસીન લેવાની શરુઆત કરી, ઇંગ્લેંડ પ્રવાસ પહેલા આ લોકોએ લગાવી વેક્સીન

|

May 09, 2021 | 3:17 PM

કોરોના વાયરસને લઇને આઇપીએલ 2021 ની સિઝનને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. ત્યાર બાદ ક્રિકેટરો પણ પોતાના ઘરે પરત ફર્યા છે. ખાસ કરીને ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે સુરક્ષીત જલદી પહોંચી ગયા હતા.

1 / 6
કોરોના વાયરસને લઇને આઇપીએલ 2021 ની સિઝનને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. ત્યાર બાદ ક્રિકેટરો પણ પોતાના ઘરે પરત ફર્યા છે.   ખાસ કરીને ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે સુરક્ષીત જલદી પહોંચી ગયા હતા. હવે ઇંગ્લેંડ પ્રવાસને લઇને તૈયારીઓ શરુ કરી છે. આ પહેલા   ટીમ ઇન્ડીયાના કેટલાક સભ્યોએ હાલના સમયનુ મહત્વનુ કાર્ય કર્યુ છે. ટીમ ના 3 ખેલાડીઓ એ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. આપને   બતાવી દઇ એ કે કયા કયા ખેલાડીઓ આ મામલામાં સૌથી આગળ રહ્યા છે.

2 / 6
આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ સૌથી પહેલા ભારતીય ટીમ ના ઓપનર શિખર ધવને કોરોના વેકસીન મેળવી હતી. શિધર ધવને 7 મે ના   રોજ વેક્સીન મેળવી હતી. તે ઇન્ડીયાનો પ્રથમ ક્રિકેટર હતો કે જેણે આ મહત્વનુ કાર્ય કર્યુ હતુ. જોકે શિખર ધવન ઇંગ્લેંડ જનારી ટીમ નો હિસ્સો   નથી.

3 / 6
ધવન માફક જ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે એ પણ વેક્સીન લગાવી છે. રહાણેએ શનિવાર 8 મે એ મુંબઇમાં પ્રથમ વેક્સીન નો   ડોઝ લીધો હતો. રહાણે ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે. જ્યાં તે સાડા ત્રણેક મહીના રોકાણ કરશે. આવામાં બીજો ડોઝ તેને ઇંગ્લેંડ માં જ લાગશે.

4 / 6
રહાણે ની જેમ ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર ઉમેશ યાદવ પણ આ મહત્વના કામને લઇને પાછળ રહ્યો નથી. ઉમેશ યાદવે શનિવાર 8 મે એ   વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેને પણ બીજો ડોઝ ઇંગ્લેંડમાં જ લાગશે.

5 / 6
 આ બધાની પહેલા ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી એ માર્ચમાં જ વેક્સીન લગાવી છે. ભારત અને ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ દરમ્યાન   અમદાવાદમાં શાસ્ત્રીએ વેક્સીન લગાવી હતી. તેમને 45 વર્ષ થી વધુ ઉંમરના નાગરીક શ્રેણીને લઇને માર્ચ માસમાં જ વેક્સીનનો લાભ મળ્યો   હતો.

6 / 6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આશા દર્શાવી છે કે, ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ટીમના બાકી સભ્યો પણ રવાના થતા અગાઉ વેક્સીનનો પ્રથમ ડોઝ   મેળવી લેશે. બીસીસીઆઇ એ ઇંગ્લેંડના ક્રિકેટ બોર્ડ સાથે મળીને ખેલાડીઓને બીજી વેક્સીનના પ્રબંધ પર વિચાર કરી રહ્યા છે. જોકે અધિકારીઓનુ   માનવુ છે કે, જો યુકે સરકાર દ્રારા તેની મંજૂરી નથી અપાતી તો, ભારતીય ટીમ માટે બીજો ડોઝ ભારત થી મોકલવામાં આવશે.

Next Photo Gallery