Corona:મહામારીમાં વધુ એક ખેલાડીનું મોત, અર્જૂન અવોર્ડ વિજેતા ભારતીય દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી વી ચંદ્રશેખરનુ કોરોનાથી નિધન

|

May 12, 2021 | 3:36 PM

કોરોના વાયરસ (Coronavirus) એ બુધવારે ભારતની રમત જગતના એક સિતારાને છીનવી લીધો હતો. અર્જૂન એવોર્ડ વિજેતા પૂર્વ ટેબલ ટેનિસ પ્લેયર વી ચંદ્રશેખર (V Chandrashekhar) કે જે કોરોના વાયરસને લઇને ચેન્નાઇ પ્રાઇવેટ હોસ્પીટલમાં મોત નિપજ્યુ છે.

Corona:મહામારીમાં વધુ એક ખેલાડીનું મોત, અર્જૂન અવોર્ડ વિજેતા ભારતીય દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી વી ચંદ્રશેખરનુ કોરોનાથી નિધન
V Chandrashekhar

Follow us on

કોરોના વાયરસ (Coronavirus) એ બુધવારે ભારતની રમત જગતના એક સિતારાને છીનવી લીધો હતો. અર્જૂન એવોર્ડ વિજેતા પૂર્વ ટેબલ ટેનિસ પ્લેયર વી ચંદ્રશેખર (V Chandrashekhar) કે જે કોરોના વાયરસને લઇને ચેન્નાઇ પ્રાઇવેટ હોસ્પીટલમાં મોત નિપજ્યુ છે. પરિવારના સુત્રો થી એ વાતની જાણકારી આપવામાં આવી છે કે, તે કોરોના ને લઇને અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેઓ ચંદ્રા નામ થી જાણીતા હતા. ચંદ્રા ત્રણ વખત નેશનલ ચેમ્પિયન રહી ચુક્યા છે.

ચેન્નાઇમાં જન્મેલ આ ખેલાડી 1982માં કોમનવેલ્થ રમતોની સેમિફાનઇલમાં પહોંચ્યા હતા. તેઓ એક સફળ કોચ પણ રહ્યા હતા. ચંદ્રશેખરનુ કરિયર 1984માં ઘુંટણના અસફળ ઓપરેશનને લઇને આગળ વધી શક્યુ નહોતુ. જેને લઇને તેમનુ ચાલવા ફરવાનુ પણ બંધ થઇ ગયુ હતુ. તેમનો અવાજ અને દૃષ્ટી પણ ચાલી ગઇ હતી. જોકે આમ છતાં તેઓએ હાર નહોતી માની અને બાદમાં તે કોચ બન્યા હતા. તેમણે હોસ્પીટલ સામે કાનુની લડાઇમાં જીત મેળવી હતી. જે ખેલાડીઓને તેમણે કોચિંગ આપ્યુ હતુ, તેમાં વર્તમાનના ભારતીય ખેલાડી જી સાથિયાન પણ સામેલ છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

શરુ કરી હતી કોચિંગ એકેડમી
1984માં હોસ્પીટલની બેદરકારી ને લઇને તેઓ ફરી થી કોર્ટમાં તો નહોતા ઉતરી શક્યા પરંતુ, પરંતુ રમત પ્રત્યેની લાગણીએ તેમને ટેબલ ટેનિસ થી દુર નહોતા રહેવા દીધા. તેમણે નક્કિ કર્યુ હતુ કે, આવનારા સમય માટે તેઓ ખેલાડીઓને તૈયાર કરશે. તેમણે વાયએમસીએ થી કોચિંગ આપવાની શરુઆત કરી હતી.

ત્યાર બાદ તેમણે ડીજી વૈષ્ણવ કોલેજ અને એસબીઓએ સ્કૂલમાં પણ કોચિંગ આપ્યુ હતુ. ત્યાર બાદ તેમણે એડીએટી મેડિમિક્સ ચંદ્રા ટીટી કોચિંગ સેન્ટર શરુ કર્યુ હતુ. ધીરે ધીરે તે શારિરીક રીતે પણ ઠીક થતા ગયા હતા. જી સાથિયાન ઉપરાંત તેમની એકડમીમાં એસ રમણ, એમએસ મિથિલી, ભુવનેશ્વરી અને ચેતન બાબૂર જેવા ખેલાડીઓ પણ સામેલ રહ્યા હતા.

જી સાથિયાને કોચને ચાલ્યા જવાના બાદ તેમની સાથેની તસ્વીર સાથે ભાવુક પોષ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથિયાન એ કેપ્શન લખી હતી કે, હું ખૂબ પરેશાન છુ, આ મારા અને મારા પરિવાર માટે ખૂબ મોટી ખોટ છે. મે મારા બાળપણના કોચ ચંદ્રશેખર સરને કોવિડને કારણે ગુમાવ્યા છે. આપની યાદો અને શિખ હંમેશા મારી સાથે રહેશે. આ પુરા ભારતીય ટેબલ ટેનિસ જગત માટે એક મોટી ખોટ છે.

Next Article