CWG 2022: વિકાસ ઠાકુરે માતાના જન્મદિવસ પર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની હેટ્રિક ફટકારી

|

Aug 03, 2022 | 7:34 PM

વિકાસે તેના પિતા પાસેથી શીખેલી મહેનતનું ધ્યાન રાખ્યું અને 13 વર્ષની ઉંમરે વિકાસે જુનિયર નેશનલ રમવાનું શરૂ કર્યું. 18 વર્ષની ઉંમરે વિકાસને રાષ્ટ્રીય શિબિરનો ભાગ બનાવવામાં આવ્યો અને તે જ વર્ષે તેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો.

CWG 2022: વિકાસ ઠાકુરે માતાના જન્મદિવસ પર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની હેટ્રિક ફટકારી
Vikash Thakur (PC: Twitter)

Follow us on

ભારતના વેઈટલિફ્ટર વિકાસ ઠાકુર (Vikash Thakur) માટે 2 ઓગસ્ટની તારીખ ખૂબ જ ખાસ છે. કારણ કે તે તેની માતાનો જન્મદિવસ છે. પરંતુ હવે વિકાસ ઠાકુરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં તે જ તારીખે વેઈટલિફ્ટિંગની 96 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીત્યો હતો. તેની માતાને અદ્ભુત ભેટ તરીકે જ નહીં, પરંતુ સતત ત્રીજી વખત આ રમતોમાં મેડલ પણ જીત્યો હતો. વિકાસનો પરિવાર મૂળ પંજાબના લુધિયાણાનો છે. મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુરનો છે. વિકાસના પિતા બીએલ ઠાકુર અગાઉ ખેતી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. વિકાસના પિતાએ સખત મહેનત કરીને ભારતીય રેલ્વેમાં નોકરી મેળવી અને ઘરની પરિસ્થિતિ સારી થવા લાગી. પિતાએ પુત્ર વિકાસને રમત ગમતના માર્ગે આગળ ધપાવ્યો અને વિકાસે 9 વર્ષની ઉંમરે વેઈટ લિફ્ટિંગ શરૂ કરી દીધું.

18 વર્ષની ઉમરે વિકાસ ઠાકુરે એશિયન જુનિયર ચેમ્પિ.માં સિલ્વર મેડલ જીત્યો હતો

વિકાસે તેના પિતા પાસેથી શીખેલી મહેનતનું ધ્યાન રાખ્યું અને 13 વર્ષની ઉંમરે વિકાસે જુનિયર નેશનલ રમવાનું શરૂ કર્યું. 18 વર્ષની ઉંમરે વિકાસને રાષ્ટ્રીય શિબિરનો ભાગ બનાવવામાં આવ્યો અને તે જ વર્ષે તેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. બીજા વર્ષે વિકાસ કોમનવેલ્થ જુનિયર ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યો. વર્ષ 2013માં વિકાસે સિનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ તેની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ 2014માં આવી જ્યારે વિકાસે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 85 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતીને એક છાપ બનાવી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 


 

વિકાસ ઠાકુરે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં કાંસ્ય પદક જીત્યો હતો

વિકાસ ઠાકુરે ત્યાર બાદ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની 94 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ જીત્યો હતો અને હવે બર્મિંગહામમાં પણ મેડલ જીત્યો છે. વિકાસ ઠાકોરે જીત બાદ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્પર્ધા એટલી જોરદાર હતી કે બ્રોન્ઝની અપેક્ષા હતી. પરંતુ સિલ્વરએ આનંદને બમણો કરી દીધો. વિકાસે તેની માતા આશાને સમર્પિત કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

Next Article