CWG 2022 T20 Cricket: ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, સ્મૃતિ મંધાનાએ ચોગ્ગા સાથે મેચ જીતી લીધી

|

Jul 31, 2022 | 7:35 PM

સ્મૃતિ મંધાનાની જોરદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની આ પ્રથમ જીત છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન માત્ર 99 રન જ બનાવી શક્યું અને બાદમાં ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો.

CWG 2022 T20 Cricket: ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, સ્મૃતિ મંધાનાએ ચોગ્ગા સાથે મેચ જીતી લીધી
Indian Women Cricket Team (PC: BCCI)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં સ્મૃતિ મંધાના (Smruti Mandhana) ની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું હતું. સ્મૃતિએ વિનિંગ સિક્સર લગાવીને મેચનો અંત લાવી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની આ પ્રથમ જીત છે.

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેના માટે ખોટો સાબિત થયો હતો. વરસાદના કારણે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાની ટીમ ભારતીય બોલરોની સામે પત્તાની જેમ પડી ભાંગી હતી. પાકિસ્તાને 18 ઓવરમાં 99 રન બનાવ્યા હતા અને આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 12મી ઓવરમાં જીત મેળવી હતી અને માત્ર બે વિકેટ ગુમાવી હતી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

મંધાના-શેફાલીની ધમાલથી ભારતીય ટીમ જીતી

ટીમ ઈન્ડિયા (Team India) ની બેટિંગ શરૂ થઈ ત્યારે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. શેફાલી વર્મા 9 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે શાનદાર સિક્સ પણ ફટકારી હતી. શેફાલી અને સ્મૃતિ વચ્ચે માત્ર 35 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી.

 

જો સ્મૃતિ મંધાના (Smruti Mandhana) ની વાત કરીએ તો તેણે માત્ર 42 બોલમાં 63 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં સ્મૃતિએ 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. લાંબા સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહેલી સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનના બોલરો પર તબાહી મચાવી હતી.

આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતના બે પોઈન્ટ છે. પરંતુ તેનો નેટ રન રેટ ઘણો ઊંચો છે. પાકિસ્તાન તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે અને તે ગ્રુપમાં સૌથી નીચે છે.

પાકિસ્તાનના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

પાકિસ્તાનની ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મુનીબા અલીએ 32 રન બનાવ્યા જે સર્વોચ્ચ સ્કોર હતો. જ્યારે ટીમના 6 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી સ્નેહ રાણા, રાધા યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે રેણુકા-મેઘના અને શેફાલીને 1-1 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં પાકિસ્તાનની કિસ્મતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટીમે તેની છેલ્લી પાંચ વિકેટ 3 રનની અંદર ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ 96ના સ્કોર પર પડી અને ટીમ 99ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.

Published On - 6:57 pm, Sun, 31 July 22

Next Article