IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ, જાણો ક્યારે, ક્યા અને કઈ રીતે જોઈ શકશો મેચ

|

Jul 30, 2022 | 4:31 PM

Cricket : ભારત અને પાકિસ્તાન (IND vs PAK) બંને ટીમો પોતાની પ્રથમ મેચમાં પરાજય પામ્યા હતા અને હવે બંને ટીમો એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે.

IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ, જાણો ક્યારે, ક્યા અને કઈ રીતે જોઈ શકશો મેચ
India vs Pakistan Cricket Match CWG 2022 (PC: TV9)

Follow us on

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)માં રવિવારનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે યુદ્ધ થશે અને આ યુદ્ધ ક્રિકેટના મેદાન પર થશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો આમને સામને થશે અને જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાના હાથે હારી ગયું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમ બાર્બાડોસ જેવી ટીમ સામે હારી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટે 154 રન બનાવ્યા હતા. પરંતુ ટીમના બોલરો આ લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હતા અને મેચ હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં સાત વિકેટે 157 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ હારથી ભારતને મોટુ નુકસાન થયું છે અને હવે તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન સામે હારવા માંગતી નથી. જ્યારે પણ પાકિસ્તાન સાથે મેચ હોય છે, ત્યારે રોમાંચ ચરમસીમા પર હોય છે અને આ મેચ બંને દેશોની વિશ્વસનીયતા બની જાય છે. તેથી આ મેચ જીતવા માટે બંને ટીમો પોતાનો જીવ રેળી દેશે.

પાકિસ્તાન બારબાડોસ સામે હારી ગઈ, હવે ભારત સામે ટક્કર

બાર્બાડોસ જેવી નવી ઉભરી રહેલી ટીમ સામે પાકિસ્તાનનો પરાજય થશે તેવી કોઈએ અપેક્ષા ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાર્બાડોસે ચાર વિકેટના નુકસાને 144 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રનથી આગળ વધી શકી ન હતી. તેને પણ આ મેચમાં જીતની સખત જરૂર છે. જો બંનેમાંથી કોઈ એક ટીમ હારશે તો આગળના રાઉન્ડમાં જવાનું ખૂબ જ મુશ્કેલ બની જશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જાણો, ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ 2022ની લીગ રાઉન્ડની મેચ ક્યારે રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ રવિવાર, 31 જુલાઈના રોજ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સની લીગ રાઉન્ડની મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ બપોરે 3.30 કલાકે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું જીવંત પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું સોની લિવ એપ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.

Next Article