CWG 2022 : અમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા માંગીએ છીએઃ સ્મૃતિ મંધાનાનો વિશ્વાસ

કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પણ ભાગ લઈ રહી છે.

CWG 2022 : અમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા માંગીએ છીએઃ સ્મૃતિ મંધાનાનો વિશ્વાસ
તેમણે કહ્યું કે, તે સારી ફિટનેસ સાથે દેશ માટે રમવા માંગે છે. હાલમાં તે ઈજાગ્રસ્ત નથી, તે દેશ માટે પોતાની 100 ટકા રમત આપવા માંગે છે(Smriti Mandhana instagram)
| Edited By: | Updated on: Jul 23, 2022 | 2:26 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ 28 જુલાઈથી શરૂ થઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) ને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ભારતીય મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પણ ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં તમામની નજર ટીમ ઈન્ડિયા (Team India) ના પ્રદર્શન પર રહેશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તમામ મેચ એજબેસ્ટન ખાતે રમાશે.

અમારી નજર ગોલ્ડ મેડલ પર છેઃ સ્મૃતિ મંધાના

તો બીજી તરફ સ્મૃતિ મંધાના (Smriti Mandhana) નું કહેવું છે કે ભારતીય ટીમ મુશ્કેલ પડકાર રજૂ કરશે અને તેઓ માત્ર તેમાં ભાગ લેવા જઈ રહ્યાં નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તમામ છોકરી ઓ ખૂબ જ ઉત્સાહિત છે અને આપણે બધા જાણીએ છીએ કે અંદરથી શું લાગણી આવી રહી છે. આપણે બધાએ કોમનવેલ્થ (Commenwealth Games) અને ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) જોઈ છે. જ્યારે ભારત નો ધ્વજ ઊંચો જાય છે અને આપણે રાષ્ટ્રગીત સાંભળીએ છીએ ત્યારે એ અનુભૂતિ અલગ જ હોય ​​છે. અમે ચોક્કસ પણે અમારી નજર ગોલ્ડ મેડલ તરફ છે.

આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ પણ ઓસ્ટ્રેલિયા સામે ની મેચ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું છે કે ટી20 ફોર્મેટના કારણે તેની ટીમને ઓસ્ટ્રેલિયા સામે થોડો ફાયદો થશે. તેનું માનવું છે કે તેની ટીમમાં કેટલાક મેચ વિનર છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે આવી રહેશે ભારતીય ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ સુકાની), શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા, સપના ભાટિયા (વિકેટ કીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણા.

Published On - 2:25 pm, Sat, 23 July 22