CWG 2022: પોલીસ સ્ટેશનમાં બેસી ભણી અને રમી, જીવનના અનેક પડકારો પાર કરી કોમનવેલ્થ પહોંચી અને હવે ઇતિહાસ રચી દીધો

|

Aug 04, 2022 | 8:42 PM

ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં કંઈક એવું કર્યું, જે આ પહેલા કોઈપણ ગેમ્સમાં બન્યું ન હતું. ભારતે આ વખતે જુડોમાં કુલ 3 મેડલ જીત્યા જેમાંથી એક તુલિકા માન દ્વારા આપવામાં આવ્યો હતો.

CWG 2022: પોલીસ સ્ટેશનમાં બેસી ભણી અને રમી, જીવનના અનેક પડકારો પાર કરી કોમનવેલ્થ પહોંચી અને હવે ઇતિહાસ રચી દીધો
Tulika Maan એ જુડોમાં સિલ્વર મેડલ જીત્યો

Follow us on

દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ કેટલીકવાર નસીબના સાથની પણ જરૂર હોય છે. દરેકને આવો ટેકો નથી મળતો અને આવી સ્થિતિમાં તમારા લક્ષ્ય તરફનો રસ્તો વધુ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત માર્ગમાં એવા અવરોધો પણ આવે છે, જે પોતાના નિયંત્રણમાં નથી હોતા અને કેટલાક એવા હોય છે જેને પોતાના માર્ગમાંથી દૂર કરવા પડે છે. ભારતની યુવા જુડોકા તુલિકા માન (Tulika Maan) એક એવું જ ઉદાહરણ છે, જેણે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં બંને મુશ્કેલીઓને પાર કરીને ઈતિહાસ રચ્યો છે.

તુલિકાએ ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો

દિલ્હી પોલીસની સબ-ઇન્સ્પેક્ટર અમૃતા માનની 23 વર્ષની પુત્રી તુલિકાએ બુધવાર, 3 ઓગસ્ટના રોજ બર્મિંગહામ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો. તુલિકાએ બર્મિંગહામ ગેમ્સમાં જુડોમાં 78 કિગ્રાથી વધુ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જુડોમાં સિલ્વર જીતનારી તે ભારતની માત્ર બીજી જુડોકા બની હતી. જો કે, આ સફળતા એટલી સરળતાથી મળી ન હતી અને આ માટે ઘણા વર્ષોના સંઘર્ષ સિવાય છેલ્લા એક વર્ષનો સંઘર્ષ સૌથી મહત્વપૂર્ણ હતો.

પસંદ થઈ નહીં, પછી વજન ઘટાડ્યું

તેની યાદગાર સફળતા બાદ ભારતીય જુડો ટીમના કોચે તુલિકાની પસંદગી પાછળની કહાની કહી. તેમણે કહ્યું કે એક વર્ષ પહેલા ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં તુલિકાનું નામ નહોતું કારણ કે તે ફિટ ન હતી. આવી સ્થિતિમાં તેણે ઘણું વજન ઘટાડવું પડ્યું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કોચ જીવન શર્માએ કહ્યું કે, એક વર્ષ પહેલા જ્યારે સંભવિત ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી ત્યારે તેમાં તુલિકાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારે તેનું વજન 115 કિલો હતું પરંતુ તેણે તેને ઘટાડીને 85 કિલો કરી નાખ્યું. અત્યારે તેનું વજન 89-90 કિલો છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

SAI-કોચની દરમિયાનગીરીથી મેળ પડ્યો

માત્ર વજન જ સમસ્યા ન હતી, તુલિકાએ જૂડો ફેડરેશન ઓફ ઈન્ડિયાને ગેમ્સ માટે તેની પસંદગી અંગે ઈમેલ કરીને સ્થાન ન મળવાનું કારણ પૂછ્યું હતું. આ અંગે તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. એક મીડિયા અહેવાલ અનુસાર, પસંદગી ન થવાથી ખૂબ જ નિરાશ તુલિકાએ પણ રમત છોડવાનું મન બનાવી લીધું હતું. આવી સ્થિતિમાં ભોપાલના SAI સેન્ટરમાં તેના કોચ યશપાલ સોલંકી, SAI અને IOAની દરમિયાનગીરી બાદ તેના પ્રવેશનો રસ્તો સાફ થઈ ગયો હતો.

તુલિકાએ પોતે આ વિશે જણાવ્યું હતું કે, મેં ટીમમાં સ્થાન મેળવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ દરમિયાનગીરી કરી. જો મને તાલીમ શિબિરમાં વધુ પ્રેક્ટિસ કરવાની તક મળી હોત તો પરિણામ વધુ સારું હોત.

પિતાનું મૃત્યુ, માતાએ સંભાળ કરી, પોલીસ સ્ટેશનમાં ભણી

આ બધી સમસ્યાઓ પહેલાં, તેના જીવનના પ્રારંભિક તબક્કામાં પારિવારિક સમસ્યાઓ સૌથી મોટી સમસ્યા સાબિત થઈ. તુલિકા જ્યારે માત્ર 2 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેની માતાએ તેને એકલા હાથે ઉછેર કર્યો હતો. દિલ્હી પોલીસમાં સબ ઈન્સપેક્ટર અમૃતા માન તેને સ્કૂલે ડ્રોપ કરતી અને પછી પોલીસ સ્ટેશન પહોંચતી. શાળા પછી, તુલિકા માતા જ્યાં ફરજ બજાવતી એ પોલીસ સ્ટેશનમાં આવીને પોતાનો સમય પસાર કરતી અને અભ્યાસ કરતી અને રમતી હતી.

આવી સ્થિતિમાં, તેનો મોટાભાગનો સમય પોલીસકર્મીઓમાં પસાર થયો હતો. તેને આ વાતાવરણથી દૂર રાખવા માટે, તુલિકાની માતાએ તેને જુડો કોચિંગ ક્લાસમાં સામેલ કરી, જેથી તે થોડો સમય પોલીસ સ્ટેશનથી દૂર રહી શકે. અહીંથી જ જુડોનો શોખ શરૂ થયો, જે પછી પેશનમાં ફેરવાઈ ગયો.

Published On - 8:38 pm, Thu, 4 August 22

Next Article