CWG 2022 Day 5: વેઈટલિફ્ટિંગમાં મેડલ મેળવવાથી ચૂકી ગઈ પૂનમ, ભારતના ખાતામાં 3 ગોલ્ડ મેડલ આવવાના બાકી

|

Aug 02, 2022 | 8:03 PM

લૉન બોલમાં કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ભારતીય મહિલા ટીમે ટ્રિપલ્સમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ સિવાય લોન્ગ જમ્પમાં પણ ભારતને સારા સમાચાર મળ્યા.

CWG 2022 Day 5: વેઈટલિફ્ટિંગમાં મેડલ મેળવવાથી ચૂકી ગઈ પૂનમ, ભારતના ખાતામાં 3 ગોલ્ડ મેડલ આવવાના બાકી
Harjinder-Kaur
Image Credit source: PTI

Follow us on

ભારતીય મહિલા લૉન બોલ ટીમ કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી ચૂકી છે અને આજે 5માં દિવસે તે ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય વેઈટલિફ્ટિંગ (CWG 2022 Weightlifting) અને બેડમિન્ટન મિક્સ્ડ ટીમમાં મેડલ આવવાના બાકી છે. પરંતુ પૂનમ યાદવ વિમેન્સ 76 કિગ્રામાં મેડલથી ચુકી ગઈ હતી. ભારતીય ખેલાડીઓ જિમ્નેસ્ટિક્સ, બોક્સિંગ, હોકી, સ્ક્વોશ, ટેબલ ટેનિસમાં પણ પોતાની તાકાત બતાવવા આતુર છે. ટેબલ ટેનિસમાં ભારતની પુરુષ ટીમ સિંગાપોરના પડકારનો સામનો કરશે.

  •  હરજિંદર કૌરે 71 કિગ્રા વજન વર્ગમાં 212 કિલો વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 93 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉપાડ્યું.
  •  લોન્ગ જમ્પમાં શ્રીશંકર આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે પહેલા પ્રયાસમાં 8.05 મીટરનું અંતર કાપ્યું હતું.
  • ભારતના સ્ટાર સ્વિમર શ્રીહરિ નટરાજે 200 મીટર બેકસ્ટ્રોકમાં સેકન્ડ સમય કાઢ્યો. તે ફાઇનલમાં પહોંચવાનું ચૂકી ગયો છે. પરંતુ તેનું નામ રિઝર્વ લિસ્ટમાં છે.
  •  લૉન બોલમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતીય મહિલા ટીમે ટ્રિપલ્સમાં રાઉન્ડ-1માં 18 તબક્કા બાદ ન્યૂઝીલેન્ડને 15-11થી હરાવ્યું હતું. આ ટીમમાં તાન્યા ચૌધરી, પિંકી અને રૂપા રાની તિર્કી હતી.
  • પૂનમ યાદવે 76 કિગ્રામાં પડકાર ફેંક્યો હતો, પરંતુ તે મેડલથી ચુકી ગઈ હતી. સ્નેચમાં તે છેલ્લા બે પ્રયાસોમાં વજન ઉપાડવામાં સફળ રહી હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તે ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી.
Next Article