CWG 2022 Schedule Day 1: પ્રથમ દિવસે જ ટકરાશે ભારત અને પાકિસ્તાન, 14 વર્ષીય એથ્લેટ પણ કરશે પ્રહાર, જુઓ પૂરુ શેડ્યૂલ

|

Jul 28, 2022 | 11:04 PM

Commonwealth Games 2022 Schedule in Gujarati: કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા ક્રિકેટને પ્રથમ વખત સ્થાન મળ્યું છે, જેના કારણે આ ગેમ્સને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

CWG 2022 Schedule Day 1: પ્રથમ દિવસે જ ટકરાશે ભારત અને પાકિસ્તાન, 14 વર્ષીય એથ્લેટ પણ કરશે પ્રહાર, જુઓ પૂરુ શેડ્યૂલ
CWG 2022: જુઓ શુક્રવારનુ પુરુ શેડ્યૂલ

Follow us on

પ્રતીક્ષાના કલાકો પૂરા થવાના છે. તે માત્ર થોડા કલાકોની વાત છે અને પછી લડાઈ શરૂ થશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) શુક્રવાર 29 જુલાઈથી ઈંગ્લેન્ડના બર્મિંગહામ (Birmingham) માં શરૂ થશે. જો કે રમતોની શરૂઆત 28 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થશે, પરંતુ રમતગમતની ઈવેન્ટ્સ 29 જુલાઈથી શરૂ થશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત હંમેશા પ્રબળ દાવેદાર રહ્યું છે અને આ વખતે પણ કહાની અલગ નથી. પહેલા જ દિવસે ભારતના ઘણા ખેલાડીઓ પોતાની તાકાત બતાવવા માટે ઉતરશે. ક્રિકેટનું પુનરાગમન છે. 24 વર્ષ બાદ ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સમાં પરત ફરી રહ્યું છે, તે પણ T20 ફોર્મેટમાં. પ્રથમ વખત, મહિલા ક્રિકેટ કોમનવેલ્થનો એક ભાગ બની છે અને તેની શરૂઆત ધમાકેદાર રીતે થઈ રહી છે, એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે.

આ વખતે 15 રમતોમાં ભાગ લેવા માટે ભારતના 200 થી વધુ એથ્લેટ્સ બર્મિંગહામ પહોંચ્યા છે અને આગામી 11 દિવસ સુધી ભારતને ગૌરવ અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. CWG 2022 ના બીજા દિવસે એટલે કે 29મી જુલાઈના રોજ, ભારત ઘણી રમતોમાં પોતાનો દાવો રજૂ કરશે, જેમાં મહિલા T20 ક્રિકેટ અને ટેબલ ટેનિસ જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટનો સમાવેશ થાય છે.

CWG 2022 દિવસ 1 શેડ્યૂલ

લૉન બાઉલ સમયઃ 1.00 pm

પુરુષોની જોડીઃસુનીલ બહાદુર, મૃદુલ બોર્ગોહેન
મેન્સ ટ્રિપલ્સઃ દિનેશ કુમાર, નવનીત સિંહ, ચંદન સિંહ
મહિલા સિંગલ્સઃ નયનમોની સાયકિયા
મહિલા દળઃ રૂપા તિર્કી, તાનિયા ચૌધરી, લવલી ચૌધરી, પિંકી/નયનમોની સાયકિયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટેબલ ટેનિસ (TT) સમયઃ 6.30 pm

પુરુષ ટીમ ક્વોલિફાયરઃ હરમીત દેસાઈ, સાનિલ શેટ્ટી, અચંતા શરથ કમલ, જી સાથિયાન
મહિલા ટીમ ક્વોલિફાયરઃ દિયા ચિતાલે, મનિકા બત્રા, રીટ ટેનીસન, શ્રીજા અકુલા

સ્વિમિંગ સમયઃ 3.00 pm

400 મીટર ફ્રી સ્ટાઇલઃ કુશાગ્ર રાવત
100 મીટર બેકસ્ટ્રોકઃ શ્રીહરિ નટરાજ
100 મીટર બેકસ્ટ્રોક S9: આશિષ કુમાર
50 મીટર બટરફ્લાયઃ સાજન પ્રકાશ

ક્રિકેટ (T20 ક્રિકેટ) સમયઃ 3.30pm

ગ્રુપ સ્ટેજઃ ઓસ્ટ્રેલિયા vs ભારત

ટ્રાયથલોન-સમયઃ 3.30pm

પુરુષઃ આદર્શ એમએસ, વિશ્વનાથ યાદવ
મહિલાઃ સંજના જોશી, પ્રજ્ઞા મોહન

બોક્સિંગ- સમયઃ 5.00 pm થી શરુ

પુરુષોની 63.5 કિગ્રાઃ શિવ થાપા

પુરુષોની 67 કિગ્રાઃ રોહિત ટોકસ

પુરુષોની 75 કિગ્રાઃ સુમિત કુંડુ

પુરુષોની 80 કિગ્રાઃ આશિષ કુમાર

બેડમિન્ટન- સમયઃ6:30 PM

મિશ્ર ટીમ (ગ્રુપ સ્ટેજ) – ભારત vs પાકિસ્તાન

હોકી- સમયઃ 6:30 PM

મહિલા (ગ્રુપ સ્ટેજ): ભારત vs ઘાના

સ્ક્વોશ (Squash) સમયઃ 11.00 pm

વિમેન્સ સિંગલ્સ: અનાહતા સિંઘ (11.00 pm)

પુરૂષ સિંગલ્સ: અભય સિંઘ (11.45 pm)

Published On - 10:48 pm, Thu, 28 July 22

Next Article