
ક્રિકેટ ની રમત અનિશ્ચિત છે. તેમાં અણધારેલી ચિજો અવાર નવાર સર્જાતી હોય છે. આવી જ અણધારી આફત બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં હિસ્સો લેનારી એક ક્રિકેટ ટીમની પર આવી છે. તેમની ટીમની મહત્વની ખેલાડીએ ટીમમાં થી હટી જઈને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો છે. જે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ છે અને મહત્વની ખેલાડીનુ નામ છે મારિઝાન કેપ (Marizanne Kapp). આ ખેલાડી જાણીતી ઓલરાઉન્ડર છે અને તેનુ ટીમમાં હોવુ એટલે ટીમનો દમ ઓર વધેલો હોય છે. મેરિઝાન હાલમાં ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. જ્યાં દક્ષિણ આફ્રિકાની ટીમ (South Africa Cricket Team) ક્રિકેટ શ્રેણી રમી રહી છે અને આ દરમિયાન કોમનવેલ્થમાં ટીમ જોડાઈ રહી છે. જોકે આ વેળા જ ઓલરાઉન્ડર કેપને સમાચાર મળ્યા કે તેના પરિવારના એક સદસ્યને ગંભિર અકસ્માત નડ્યો છે અને તેઓ જીવન અને મોત વચ્ચેની સ્થિતીમાં છે.
પરિવાર પર તૂટેલા અકસ્માતના પાયમાલના સમાચાર સાંભળીને, કેપે તુરત ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. તેણે કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. મતલબ કે હવે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે કેપ વિના પોતાના દેશની પુરુષ ટીમના 24 વર્ષ પહેલા કરેલા કમાલનુ પુનરાવર્તન કરવું પડશે.
24 વર્ષ પહેલાં, એટલે કે 1998માં, જ્યારે ક્રિકેટ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સનો ભાગ બન્યું, ત્યારે દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટ ટીમ પણ આ જ સફળતાનું પુનરાવર્તન કરવા માંગે છે, પરંતુ હવે કેપ હટાવ્યા બાદ તેના ઈરાદાને મોટો ફટકો પડ્યો છે. કેપ ટીમની મહત્વની ઓલરાઉન્ડર છે.
સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર મેરિજેન કેપે પરિવારના સદસ્યને નડેલા ગંભીર અકસ્માતના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તેના નિકટના સ્વજનને અકસ્માત થયો છે અને હાલમાં તે ઈન્ટેસિવ કેર યૂનિટ એટલે કે આઈસીયુમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડરે આ ઘટનાથી દુઃખી થયા બાદ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
મેરિજેને કેપે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની 3 મેચમાં 49ની સરેરાશથી 147 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે 3 મેચમાં 6.85ની ઈકોનોમીથી બોલિંગમાં 1 વિકેટ લીધી.
Published On - 8:59 am, Wed, 27 July 22