INDW vs AUSW, CWG 2022 Cricket: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગોલ્ડ માટેની મેચ, ભારત હારનો બદલો લેશે !

|

Aug 07, 2022 | 9:51 AM

CWG 2022 Cricket: ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેએ તેમના મેડલની પુષ્ટિ કરી છે. પણ આજે તેનો રંગ નક્કી કરવાનો છે. ફાઇનલ મેચ રાત્રે 9:30 કલાકે શરૂ થશે.

INDW vs AUSW, CWG 2022 Cricket: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગોલ્ડ માટેની મેચ, ભારત હારનો બદલો લેશે !
Team India vs Cricket Australia (PC: Twitter)

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) ની ક્રિકેટ ઈવેન્ટમાં જ્યાં વાર્તા શરૂ થઈ હતી તે જ મેચ પર સમાપ્ત થવા જઈ રહી છે. પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે શરૂ થઈ હતી અને હવે આજ બે ટીમો વચ્ચેની ફાઈનલ મેચ સાથે સમાપ્ત થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે આજે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકે ફાઇનલ મેચ શરૂ થશે. બંને દેશોની મહિલા ક્રિકેટ ટીમોએ પોતાના મેડલ નિશ્ચિત કર્યા છે. પણ આજે તેનો રંગ નક્કી કરવાનો છે. એટલે કે કોણ ગોલ્ડ જીતશે અને કોણ સિલ્વર જીતશે તે આજે ફાઇનલ મેચ થકી નક્કી થશે.

ભારતે રોમાંચક સેમિ ફાઈનલમાં યજમાન ઈંગ્લેન્ડને 4 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલ મેચમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું. ક્રિકેટ ઈવેન્ટમાં જ્યાં ગોલ્ડ અને સિલ્વરનો નિર્ણય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટક્કરથી થશે. તો બ્રોન્ઝ મેડલની મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે.

IND vs AUS, CWG 2022 માં વાર્તા જ્યાથી શરૂ થઇ હતી ત્યાજ પુરી થશે

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)  મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારની બરાબરી કરવાની શાનદાર તક છે. ઓસ્ટ્રેલિયાએ તેને હરાવ્યું ત્યારે હરમનપ્રીત કૌર એન્ડ કંપનીની ટીમ ઇન્ડિયાને કોઇ ખાસ ફેર પડ્યો ન હતો. પરંતુ આજે જો તે ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તેના હાથમાંથી ગોલ્ડ મેડલ છીનવાઈ જશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જીતવો છે ગોલ્ડ મેડલ તો ઓસ્ટ્રેલિયાને કરવું પડશે ‘ક્લીન બોલ્ડ’

જો તમે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઈતિહાસ જુઓ તો તેઓ ક્યાંય ટકી નથી. T20I માં રમાયેલી છેલ્લી 5 મેચોમાં ભારતીય ટીમ 4 મેચ હારી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ક્રિકેટના T20 ફોર્મેટમાં અત્યાર સુધી બંને ટીમો કુલ 24 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાં ભારતીય ટીમ માત્ર 6 વખત જ જીતવામાં સફળ રહી છે. એટલે કે 17 વખત બાજી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમના નામે રહી છે.

ઈંગ્લેન્ડમાં જ્યાં આજે ગોલ્ડ મેડલની મેચ રમાવાની છે. ત્યાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 100 ટકા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ઈંગ્લેન્ડમાં ભારત સામે 2 T20I મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. એટલે કે હરમનપ્રીત કૌરની ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવા કંઈક મોટું અને કંઈક અલગ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવું પડશે.

Next Article