CWG 2022 નો ચેમ્પિયન ગરીબીમાં જીવી રહ્યો છે જીવન, દીકરાના મેડલ માતા ફાટેલી સાડીમાં લપેટીને સાચવે છે

|

Aug 10, 2022 | 8:16 PM

જ્યારે અજિંતા શેઉલી (Achinta Sheuli) કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માંથી ઘરે પરત ફર્યો ત્યારે તેની માતાએ તેની તમામ ટ્રોફી અને મેડલ એક નાના સ્ટૂલ પર મૂક્યા હતા.

CWG 2022 નો ચેમ્પિયન ગરીબીમાં જીવી રહ્યો છે જીવન, દીકરાના મેડલ માતા ફાટેલી સાડીમાં લપેટીને સાચવે છે
Achinta Sheuli

Follow us on

બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં 313 કિલો વજન ઉપાડનાર અંચિતા શેઉલી (Achinta Sheuli) ના મેડલ અને ટ્રોફી માતાની ફાટેલી સાડીમાં લપેટી રાખવામાં આવી છે. વેઈટલિફ્ટર શેઉલીએ 73 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. શેઉલીની માતાએ જણાવ્યું કે તેમના પુત્રના મેડલ અને ટ્રોફી બે રૂમના ઘરમાં સૂવાના ખાટલાની નીચે રાખવામાં આવી છે. શેઉલીનું ઘર પશ્ચિમ બંગાળના દેયુલપુરમાં છે. જ્યારે અજિંતા શેઉલી કોમનવેલ્થ ગેમ્સમાંથી ઘરે પરત ફર્યો ત્યારે તેની માતા પૂર્ણિમા શેઉલીએ આ તમામ ટ્રોફી અને મેડલ નાના સ્ટૂલ પર રાખ્યા હતા.

નાના દીકરાને કબાટ ખરીદવા કહ્યું

શેઉલીની માતાએ તેના નાના પુત્રને આ તમામ મેડલ અને ટ્રોફી રાખવા માટે એક કબાટ ખરીદવા કહ્યું છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, તેની માતાએ કહ્યું કે મને ખબર હતી કે જ્યારે તેનો પુત્ર આવશે, ત્યારે પત્રકારો અને ફોટોગ્રાફરો ઘરે આવશે, તેથી જ પુત્રના તમામ મેડલ અને ટ્રોફી સ્ટૂલ પર સજાવટ કરવામાં આવી હતી. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારો પુત્ર દેશ માટે ગોલ્ડ જીતશે.

ભૂખ્યા પુત્રોને લઈ સૂવા દિવસો પણ જોયા-માતા

અંજિતાના પિતાનું 2013 માં નિધન થયું હતું. આ પછી તેની માતાએ તેના બંને બાળકોને ઉછેરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અચિંતની માતાએ કહ્યું કે ઘરની બહાર એકઠા થયેલા લોકોને જોઈને લાગે છે કે સમય બદલાઈ ગયો છે. બાળકોના ઉછેરમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેણીએ કહ્યું કે ક્યારેક હું તેમનું પેટ પણ નથી ભરી શકતી. ઘણી વખત બંને પુત્રો ખાધા વિના સૂઈ ગયા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અંચિતા સામાન લોડીંગ કરવાનુ કામ કરતો

ભારતીય ચેમ્પિયન અજિંતા શેઉલીની માતાએ કહ્યું કે તેના બાળકોને સાડી પર ઝરી વર્ક કરવા ઉપરાંત વસ્તુઓ લોડિંગ અને અનલોડ કરવાનું કામ પણ કરવું પડતું હતું. આટલી મુશ્કેલીઓ છતાં બંનેએ વેઈટલિફ્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું કે મારી પાસે બંનેને કામ પર મોકલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો મેં આ ન કર્યું હોત તો અમારું જીવવું મુશ્કેલ બની ગયું હોત. આમ પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ શેઉલીએ ખૂબ જ સંઘર્ષથી જીવન જીવીને બર્મિંગહામ સુધી પહોંચી શક્યો અને સફળતા મેળવી છે.

Next Article