
Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022 Medal)નો બીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને ભારતે પોતાનું ખાતું પણ ખોલ્યું છે. શનિવાર 30 જુલાઈએ ગેમ્સના બીજા દિવસે, ભારતે વેઈટલિફ્ટિંગ (Weightlifting)ની મદદથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતીય ટીમે પણ મેડલ ટેલીમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે. સ્વિમિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ કુલ 13 ગોલ્ડ સાથે ટોચના સ્થાને સારી સરસાઈ મેળવી લીધી છે.
A lil treat for Aussies as they wake up this morning🇦🇺 @CommGamesAUS
Here’s how the Medal Table is looking at the end of Day 2🥇🥈🥉
See you tomorrow for more Commonwealth Games action✌️@thecgf pic.twitter.com/xpr03mdcW4
— Birmingham 2022 (@birminghamcg22) July 30, 2022
શનિવારના રોજ ભારતે વેઈટવેઈટલિફ્ટિંગના 4 ઈવેન્ટમાં મેડલની સાથે શરુઆત કરી હતી. ભારતે અત્યાર સુધીમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો છે, ભારતે ટોપ 10માં સ્થાન બનાવી લીધું છે. હાલમાં તે 8માં નંબર પર છે. ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ વેઈટલિફટર મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામમાં મેડલ જીત્યો છે.
સૌથી વધુ 13 ગોલ્ડ મેડલ સહિત 32 મેડલની સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે. ગોલ્ડ મેડલ સહિત બ્રોન્ઝ સિલ્વર મેડલમાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયાની સફળતાનું મુખ્ય કારણ હંમેશાની જેમ સ્વિમિંગ છે. જેમાં તેણે 8 ગોલ્ડ સહિત કુલ 22 મેડલ જીત્યા છે. બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ છે અને ત્રીજા સ્થાન પર યજમાન ઈગ્લેન્ડ઼ છે.
સંકેત સરગરે ભારત માટે પ્રથમ મેડલ જીત્યો હતો. 21 વર્ષની વેઈટલિફ્ટરે 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી ગુરુરાજા પૂજારીએ પુરુષોમાં 61 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો. મીરાબાઈ ચાનુને ત્રીજો મેડલ અને સૌથી મોટી સફળતા મળી. ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈએ સતત બીજી ગેમ્સમાં ગોલ્ડ જીતીને અને સતત ત્રીજો મેડલ જીતીને તેની સફળતાની ગાથા ચાલુ રાખી. પછી દિવસની છેલ્લી ઇવેન્ટમાં, બિંદિયારાનીએ મહિલાઓની 55 કિગ્રામાં 202 કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીત્યો અને ભારત માટે દિવસ સારો રહ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના ત્રીજા દિવસે તમામની નજર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ પર રહેશે. બીજા દિવસની જેમ ત્રીજા દિવસે પણ વેઈટલિફ્ટરો ભારતની ઝોળી ભરવા માટે તૈયાર છે. સાથે જ ટેબલ ટેનિસ, હોકીમાં પણ ભારતની તાકાત જોવા મળશે.