CWG 2022: ભારતના બોક્સર શિવ થાપાનું કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન, પાકિસ્તાનના સુલેમાનને હરાવ્યો

|

Jul 29, 2022 | 7:41 PM

Commonwealth Games 2022 Winners List: પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ માટે કોઈ મેડલ ઇવેન્ટ ન હતી. જોકે ઘણા ખેલાડીઓએ જીત સાથે શરૂઆત કરી હતી.

CWG 2022: ભારતના બોક્સર શિવ થાપાનું કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન, પાકિસ્તાનના સુલેમાનને હરાવ્યો
ભારતના બોક્સર શિવ થાપાનું કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન
Image Credit source: Twitter

Follow us on

Commonwealth Games 2022 Winners List: કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)ના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી હતી. ગેમ્સના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા પાસે કોઈ મેડલ ઈવેન્ટ નહોતું પરંતુ ત્યારબાદ ભારતે ટેબલ ટેનિસમાં સારી શરૂઆત કરી હતી. મહિલા ટીમ ઈવેન્ટમાં મનિકા બત્રાની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા (Team India)એ લીગ રાઉન્ડની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતે 3-0થી જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. બોક્સિંગ (Boxing)માં પણ અનુભવી શિવ થાપાએ પાકિસ્તાની બોક્સરને હરાવી શાનદાર શરૂઆત કરી હતી. જોકે સાઇકલિંગમાં ભારતને નિરાશા હાથ લાગી હતી.

ભારતે આ મેચ 3-0થી જીતી લીધી

મહિલા ડબલ્સ મેચમાં શ્રીજા અકુલા અને રીટ ટેનીસને દક્ષિણ આફ્રિકાની લૈલા એડવર્ડ્સ અને દાનિશા પટેલને 11-7, 11-7, 11-5થી હરાવી ભારતને લીડ અપાવી હતી. આ પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન બત્રાએ પ્રથમ સિંગલ્સ મેચમાં મુસ્ફિક કલામને 11-5, 11-3, 11-2થી હરાવ્યો હતો. બત્રા છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. અકુલાએ બીજી સિંગલ્સમાં પટેલને 11-5, 11-3, 116થી હરાવીને ભારતની જીત પર મહોર મારી હતી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

 

 

શિવ થાપાની શાનદાર શરૂઆત

બોક્સિંગમાં પણ ભારતની શરૂઆત સારી રહી હતી. અનુભવી બોક્સર શિવ થાપાએ 63.5 કિગ્રાની રાઉન્ડ ઓફ 32 મેચ જીતી હતી. તેણે પાકિસ્તાની બોક્સર સુલેમાન બલોચને 5-0થી હરાવીને આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. પાંચ વખતની એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ વિજેતા થાપા ટેકનિકલી રીતે બલોચ કરતા ઘણા સારા હતા અને તેણે શાનદાર પંચ માર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતાએ રિંગની અંદર ખૂબ જ ચપળતા દર્શાવી હતી. એક તબક્કે, બલોચ તેને પંચ મારવા માટે આગળ પણ ગયો પરંતુ થાપાની ચપળતા પાછળ હટી ગઈ અને પાકિસ્તાની બોક્સર પડી ગયો.

Next Article