આજથી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) શરૂ થઈ રહી છે. ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. પીવી સિંધુ (PV Sindhu) ધ્વજવાહક રહેશે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પહેલા જ ભારતને નીરજ ચોપરા (Neeraj Chopra) ના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. નીરજ ઈજાના કારણે આ રમતમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે ભારત ની સંપૂર્ણ જવાબદારી પીવી સિંધુ (PV Sindhu), મણિકા બત્રા, મીરાબાઈ ચાનૂ, લવલીના, નિખત ઝરીન, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ પર આવી ગઈ છે. ઉદઘાટન સમારોહ 28 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 કલાકે યોજાશે.
29 જુલાઈથી ભારતીય ખેલાડીઓ તેમની પડકાર રજૂ કરશે. ભારતે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં અત્યાર સુધીમાં 181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 503 મેડલ જીત્યા છે. ભારતે છેલ્લી 3 કોમનવેલ્થ ગેમ્સમાં 503માંથી 231 મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે ગત વખતે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત કુલ 66 મેડલ જીત્યા હતા. આ કોમનવેલ્થમાં ભારતના 215 ખેલાડીઓ ભાગ લેશે.અહીં જાણો ભારતીય ખેલાડીઓ ક્યારે મેદાનમાં ઉતરશે. મેચો કયા સમયે રમાશે.
રમત | તારીખ | સમય | સ્ટાર ખેલાડીઓ |
બેડમિન્ટન | 29 જુલાઈથી 8 ઓગસ્ટ | સાંજે 5 વાગ્યાથી | પીવી સિંધુ, લક્ષ્ય સેન, કિદાંબી શ્રીકાંત |
બોક્સિંગ | 29 જુલાઈથી 7 ઓગસ્ટ | રાત્રે 9 વાગ્યાથી | નિકહત જરીન, લવલીના બોરેગોહન |
વેટલિફ્ટિંગ | 30 જુલાઈથી 3 ઓગસ્ટ | સવારે 5 વાગ્યાથી | મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા |
રેસલિંગ | 5 અને 6 ઓગસ્ટ | સાંજે 7.30 વાગ્યાથી | બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક |
એથ્લેટિક્સ | 30 જુલાઈથી 7 ઓગસ્ટ | સવારે 10 વાગ્યાથી | શ્રીશંકર, હિમા દાસ, દુતી ચંદ |
ક્રિકેટ | 29 જુલાઈથી 7 ઓગસ્ટ | સવારે 11 વાગ્યાથી | સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર |
હોકી | 29 જુલાઈથી 8 ઓગસ્ટ | સાંજે 7.30 વાગ્યાથી | |
સાઇકલિંગ | 29 જુલાઈથી | રાત્રે 10 વાગ્યાથી | રોનાલ્ડો, મયુરી લુટે |
જુડો | 1 થી 3 ઓગસ્ટ | બપોરે 2.30 વાગ્યાથી | સુશીલા |
સ્ક્વોશ | 29 જુલાઈથી 8 ઓગસ્ટ | સાજે 4.30 વાગ્યાથી | દીપિકા પલ્લીકલ, જોશના ચિનપ્પા |
ટેબલ ટેનિસ | 29 જુલાઈથી 8 ઓગસ્ટ | બપોરે 2 વાગ્યાથી | શરત કમલ, જી સાથિયાન, મનિકા બત્રા |
ભારત 3×3 બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, નેટ બોલ અને રગ્બી ઈવેન્ટમાં પડકાર નહીં આપે. ભારતે કોમનવેલ્થમાં શૂટિંગમાં ઘણા મેડલ જીત્યા છે. પરંતુ આ વખતે શૂટિંગ આ ગેમ્સનો ભાગ નથી. તેની અસર ભારતના મેડલ ટેલીમાં પણ પડશે.