Commonwealth Games 2022 : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ નિશ્ચિત થઈ ગયો છે. આ વખતે મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના કારણે દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે. પીવી સિંધુએ ગોલ્ડ મેડલ (gold medal) મેચમાં કેનેડિયન શટલરને સીધી ગેમમાં હરાવીને બર્મિંગહામમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં ભારતનો આ 19મો ગોલ્ડ મેડલ છે.આ પ્રથમ વખત છે જ્યારે પીવી સિંધુ મહિલા બેડમિન્ટનની સિંગલ્સ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન બની છે.
પીવી સિંધુએ કેનેડિયન શટલર લીને સીધી ગેમમાં હરાવ્યો હતો. પ્રથમ ગેમ 21-15થી જીતી હતી જ્યારે બીજી ગેમ 21-13થી જીતી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 બેડમિન્ટન ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ પણ છે.
#CommonwealthGames2022 | PV Sindhu beats Michelle Li of Canada 21-15 21-13 in final of women’s singles to win a gold medal in Commonwealth Games 2022#CWG22india #TV9News pic.twitter.com/3oXpYsmxGq
— Tv9 Gujarati (@tv9gujarati) August 8, 2022
પીવી સિંધુને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા માટે વધારે સંઘર્ષ કરવો પડ્યો નથી. કેનેડિયન શટલર પાસેથી તેને જે કઠિન સ્પર્ધાની અપેક્ષા હતી તે બિલકુલ મળી ન હતી. પીવી સિંધુનો અનુભવ કેનેડાની મિશેલ લી પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવે છે. પોતાના અનુભવનો ઉપયોગ કરીને તેણે સરળતાથી ગોલ્ડ મેડલ મેચ જીતી લીધો.
GLORY FOR SINDHU🔥@Pvsindhu1 wins against Michelle Li (CAN) with a score of 2-0 at the #CommonwealthGames2022
With this win the former World Champion Sindhu adds another Gold🥇 to her long list of monumental achievements🤩
Many Congratulations Champ👍🏻🤩#Cheer4India pic.twitter.com/s7ZyiDxV2w
— SAI Media (@Media_SAI) August 8, 2022
આવી સ્થિતિમાં ભારતના મેડલની સંખ્યા આજે પણ વધવાની છે. તમને જણાવી દઈએ કે 7 ઓગસ્ટ સુધી ભારતે કુલ 56 મેડલ જીત્યા છે, જેમાં 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ સામેલ છે.કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. 2014માં પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. 2018માં પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. પરંતુ આ વખતે પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે સિંધુએ બતાવ્યું છે કે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં પણ તેની નજર ગોલ્ડ મેડલ પર હશે.
Published On - 2:44 pm, Mon, 8 August 22