IPL 2023 ની 49મી મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 8 વિકેટના નુક્શાન પર માત્ર 139 રનનો આસાન સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્મા 16મી વાર આઈપીએલમાં શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો હતો. જ્યારે નેહલ વઢેરાએ અડધી સદી નોંધાવી હતી. ચેન્નાઈએ 6 વિકેટથી મુંબઈને પોતાના હોમગ્રાઉન્ડ પર હરાવ્યુ હતુ.
ચેન્નાઈ હવે પોઈન્ટ્સ ટેબલમાં પ્લેઓફની રેસમાં પોતાનુ સ્થાન વધારે મજબૂત કરી ચુક્યુ છે. જ્યારે મુંબઈ માટે હવે પ્લેઓફની રેસ વધારે મુશ્કેલ બની શકે છે. મુંબઈએ પોતાની 10મી અને ચેન્નાઈએ પોતાની 11મી મેચ શનિવારે રમી હતી. મુંબઈ સામે જીત મેળવવા સાથે જ ચેન્નાઈ હવે લખનૌને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચ્યુ છે.
ચેન્નાઈને પણ લક્ષ્યને પાર કરવા માટે આસાની જણાઈ નહોતી. ચેન્નાઈએ હોમ ગ્રાઉન્ડમાં જીતની પળને માણવા માટે 18મી ઓવર સુધી રાહ જોવી પડી હતી. માત્ર 14 બોલ બાકી રહેતા ચેન્નાઈએ જીત મેળવી હતી. ચેન્નાઈ તરફ થી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ સારી રમત દર્શાવી હતી. બંનેએ સારી શરુઆત ચેન્નાઈ માટે કરાવી હતી. કોવનેએ ટીમને લક્ષ્યની નજીક પહોંચાડ્યુ હતુ. ગાયકવાડ અને કોનવેએ 46 રનની ભાગીદારી માત્ર 4.1 ઓવરમાં નોંધાવી હતી. પ્રથમ વિકેટના રુપમાં ગાયકવાડ પરત ફર્યો હતો.
ગાયકવાડે 16 બોલમાં 30 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે શાનદાર 2 છગ્ગા અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. ડેવોન કોનવેએ 42 બોલની રમત રમી હતી અને 44 રન નોંધાવ્યા હતા. કોનવેએ 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. અજિકંય રહાણેએ 17 બોલમાં 21 રનની ઈનીંગ રમી હતી. રહાણેએ 1 છગ્ગો અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. અંબાતી રાયડૂએ 11 બોલની ઈનીંગમાં 12 રન નોંધાવ્યા હતા. રાયડૂએ 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 26 રન નોંધાવી અણનમ રહ્યો હતો. દુબેએ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની 2 રન સાથે અણનમ રહ્યો હતો. ધોનીએ 3 બોલ રમ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:04 pm, Sat, 6 May 23