IPL-2022 ની 62મી મેચ ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈને 7 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં પહેલુ સ્થાન મેળવી લીધું છે. મહત્વનું છે કે ગુજરાત ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. જ્યારે ચેન્નઈની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ ગયું છે.
ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ ટીમને 7 વિકેટે હરાવય્યું.
ગુજરાત ટાઇટન્સે 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 121 રન બનાવી લીધા છે અને હવે તેને જીતવા માટે માત્ર 13 રનની જરૂર છે. હાલમાં રિદ્ધિમાન સાહા 58 અને ડેવિડ મિલર 10 રન બનાવીને ક્રિઝ પર છે.
16 ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 117/3, ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 23 બોલમાં 4.17 પ્રતિ ઓવરના દરે 16 રનની જરૂર છે
15 ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 4રન આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 110 / 3
રિદ્ધિમાન સાહાએ 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ઇનિંગ્સની 14મી ઓવરના ત્રીજા બોલ પર સિંગલ લીધો અને વ્યક્તિગત સ્કોર 50 રન બનાવ્યો. ગુજરાતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 104 રન બનાવી લીધા છે. ટીમને હવે જીતવા માટે 36 બોલમાં 30 રનની જરૂર છે.
ગુજરાત ટાઇટન્સને ત્રીજો ફટકો લાગ્યો, કેપ્ટન હાર્દિક પંડ્યાને ઇનિંગની 14મી ઓવરના પ્રથમ બોલ પર પથિરાનાએ પેવેલિયન મોકલ્યો. તે શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો હતો. પંડ્યાએ 6 બોલ રમ્યા અને 1 ચોગ્ગાની મદદથી 7 રન બનાવ્યા.
ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા 14મી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. પંડ્યાને પથિરાનાએ પોતાનો શિકાર બનાવ્યો હતો.
હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 12મી ઓવરના ત્રીજા બોલ પર પંડ્યાએ મિડવિકેટમાંથી ચાર રન બનાવ્યા હતા.
134 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 1 વિકેટના નુકસાને 81 રન બનાવી લીધા હતા. હાલમાં ઓપનર રિદ્ધિમાન સાહા 43 અને મેથ્યુ વેડ 18 રન બનાવીને ક્રિઝ પર છે.
આઠમી ઓવર લાવનાર પથિરાનાનો પહેલો જ બોલ પર આઉટ થયો હતો, ચેન્નાઈએ તેની સામે અપીલ કરી અને અમ્પાયરે ગિલને આઉટ આપ્યો. ગિલે રિવ્યુ લીધો પણ તે ગિલને બચાવી શક્યો નહીં.
ગુજરાત ટાઇટન્સની ફિફ્ટી 5.5 ઓવરમાં શુભમન ગીલના ચાર રને પૂરી થઈ હતી. ટીમે 6 ઓવરના પાવરપ્લેમાં 53 રન બનાવ્યા છે. મિશેલ સેન્ટનરની આ ઓવરમાં ગિલે સતત બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. અત્યારે સાહા 23 બોલમાં 37 અને શુભમન ગિલ 13 બોલમાં 15 રન બનાવીને ક્રિઝ પર છે.
શુભમન ગીલે 6ઠ્ઠી ઓવરમાં ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા છે
રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે ગુજરાત ટાઇટન્સને ઝડપી શરૂઆત અપાવી છે. ટીમનો સ્કોર 5 ઓવરમાં 45 રન થઈ ગયો છે. સાહા 23 બોલમાં 37 રન અને શુભમન ગિલ 7 રન બનાવીને ક્રિઝ પર છે.
4 ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 6 રન આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 35/0
મુકેશ ચૌધરીની ઈનિંગની ત્રીજી ઓવરના ચોથા બોલ પર રિતુરાજ ગાયકવાડે કવર-પોઈન્ટ પર રિદ્ધિમાન સાહાનો કેચ છોડ્યો હતો. મુકેશ ચૌધરીની આ ઓવરમાં સાહાએ 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ગુજરાતે 3 ઓવરમાં 29 રન બનાવ્યા છે.
રિદ્ધિમાન સાહાએ મુકેશ ચૌધરીની ઈનિંગની પ્રથમ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પછી ચોથો અને પાંચમો બોલ પણ બાઉન્ડ્રી પાર મોકલવામાં આવ્યો.
134 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ગુજરાત ટાઇટન્સના ઓપનર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યા હતા. મુકેશ ચૌધરી ઇનિંગની પ્રથમ ઓવર કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા અને ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. તેણે 49 બોલની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેના સિવાય એનોજગદીસને અણનમ 39 રનનું યોગદાન આપ્યું હતું. જગદીશને 33 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. મોઈન અલીએ 21 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ 2 જ્યારે રાશિદ ખાન, અલઝારી જોસેફ અને સાઈ કિશોરને 1-1 વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સને 130 રનના ટીમ સ્કોર પર પાંચમો ફટકો ત્યારે લાગ્યો, જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈનિંગની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો. ઝડપી બોલર મોહમ્મદ શમીના બોલ પર યશે ધોનીને કેચ આઉટ કર્યો હતો. ધોનીએ 10 બોલમાં 7 રન બનાવ્યા હતા.
18મી ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 4 રન આવ્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 8 બોલમાં 5 રન બનાવી રમી રહ્યા છે,જગદીસન 29 બોલમાં 35 રન બનાવી રમી રહ્યો છે , ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 127/ 4
18મી ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 3 રન આવ્યા હતા. કેપ્ટન ધોની 3 રન બનાવી રમી રહ્યા છે,જગદીસન 33 રન બનાવી રમી રહ્યા છે , ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 119/ 4
ચેન્નાઈની 4 વિકેટ પડી, હવે કેપ્ટન ધોની અને જગદીસન ક્રિઝ પર છે
ચેન્નાઈ સુપર કિંગ્સને 114ના ટીમ સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. શિવમ દુબે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. ઇનિંગની 17મી ઓવરના ત્રીજા બોલ પર અલ્ઝારી જોસેફે તેને રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ઋતુરાજ બહાર છે. 16મી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઋતુરાજે આગળ વધીને શોટ મારવાનો પ્રયાસ કર્યો ઋતુરાજે મિડવિકેટ તરફ શોટ રમ્યો અને મેથ્યુ વેડના હાથે કેચ થયો.
ઋતુરાજ – 53 રન, 49 બોલમાં 4×4 1×6
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે સાઈ કિશોરની ઈનિંગની 15મી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈ 50 રનના અંગત સ્કોર સુધી પહોંચાડ્યો. ગાયકવાડની આઈપીએલ કારકિર્દીની આ 10મી ફિફ્ટી છે.
15મી ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 13 રન આવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 52 રન બનાવી રમી રહ્યા છે,જગદીસન28 રન બનાવી રમી રહ્યા છે , ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 111/2
14મી ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 6 રન આવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સે 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 46 અને એન જગદીસન 14 રન બનાવીને ક્રિઝ પર છે.
12મી ઓવર પૂરી થઈ ગઈ છે, આ ઓવરમાં કુલ 6 રન આવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 38 બોલમાં 44 રન બનાવી રમી રહ્યા છે,જગદીસન 9 બોલમાં 8 રન બનાવી રમી રહ્યા છે , ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 82/2
ચેન્નાઈ સુપર કિંગ્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 38 અને એન જગદીસન 5 રન બનાવીને ક્રિઝ પર છે.
એન્ડ્રુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપવા માટે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધી રમી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી વિકેટ 65 રનના ટીમ સ્કોર પર પડી, મોઈન અલી (21) ઈનિંગની 9મી ઓવરના ચોથા બોલ પર કેચ આઉટ થયો હતો. મોઇને 17 બોલની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી હતી.
આઠમી ઓવર લાવનાર રાશિદ ખાને સારી બોલિંગ કરી અને ચેન્નાઈના બંને બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી. રાશિદે આ ઓવરમાં માત્ર સાત રન આપ્યા હતા.
જોસેફની ઇનિંગ્સની 7મી ઓવરના 5માં બોલ પર ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 1 વિકેટે 53 રન બનાવી દીધો હતો. ચેન્નાઈએ 7 ઓવરમાં 1 વિકેટના નુકસાને 54 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 29 અને મોઈન અલી 18 રને ક્રિઝ પર છે.
રાશિદ ખાને ઇનિંગની છઠ્ઠી ઓવર કરી જેમાં મોઈન અલીએ સતત બોલમાં 2 સિક્સ ફટકારી. આ ઓવરમાં કુલ 17 રન થયા હતા. ચેન્નાઈએ 6 ઓવરના પાવરપ્લેમાં 1 વિકેટના નુકસાને 47 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 23 અને મોઈન અલી 18 રન બનાવીને ક્રિઝ પર છે.
હાર્દિક પંડ્યાની ઈનિંગની 5મી ઓવર માટે બોલ યુવા યશ દયાલને સોંપવામાં આવ્યો હતો. બીજા બોલ પર ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો ફટકાર્યો અને પછીના બોલે ફાઈન લેગ પર સિક્સર ફટકારી. ત્રીજા બોલ પર ચાર. આ ઓવરમાં 15 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 5 ઓવરમાં 30 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 20 અને મોઈન અલી 4 રન બનાવીને ક્રિઝ પર છે.
ચેન્નાઈને પહેલો ઝટકો ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર ઝડપી બોલર મોહમ્મદ શમીએ આપ્યો હતો અને ડેવોન કોનવે સાહાના હાથે કેચ આઉટ થયો હતો. કોનવે 5 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલ રમ્યા હતા. મોઈન અલી નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરૂ થઈ, ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે બેટિંગ કરવા આવ્યા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇનિંગની પ્રથમ ઓવર કરશે.
ગુજરાત અગાઉ સિઝનની 29મી મેચમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટકરાયું હતું. ત્યારબાદ ડેવિડ મિલરના અણનમ 94 રનની મદદથી ગુજરાતે 3 વિકેટે જીત મેળવી હતી.
ગુજરાતે અત્યાર સુધી 12માંથી 9 મેચ જીતી છે અને ટીમ 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. તે જ સમયે, ચેન્નાઈ 12 માંથી 8 મેચ હારી છે અને માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી છે. ટીમના 8 પોઈન્ટ છે જે 9મા સ્થાને છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમ પ્રથમ વખત લીગમાં પ્રવેશી છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Published On - 3:44 pm, Sun, 15 May 22