
જિયો દ્વારા ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. Jioએ તેના Jio સિનેમા પ્લેટફોર્મ માટે ચાર્જ લેવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે Jio સિનેમા અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી હતું. પરંતુ હવે Jio સિનેમા એપ ચલાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જો કે કેટલો ચાર્જ ચૂકવવો પડશે, તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ પુષ્ટિ કરી છે કે Jio સિનેમા રિચાર્જ આ વર્ષે IPL સિઝન પહેલા રોલઆઉટ કરવામાં આવશે.
Jio Cinemaએ એપ આધારિત ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડર પ્લેટફોર્મ છે, જેને Jioનું સમર્થન છે. આ એપ પર યુઝર્સ ફ્રીમાં ટીવી ચેનલોનો આનંદ લેતા હતા. આ માટે મોબાઈલમાં Jio રિચાર્જ કરાવવું જરૂરી હતું. આ પછી યુઝર્સ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરીને મૂવી, શો, ન્યૂઝ, મ્યુઝિક અને ક્રિકેટનો ફ્રીમાં આનંદ લેતા હતા.
આ વખતે Jio સિનેમા પર IPLનું મફતમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે જિયોના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી હતી. કારણ કે માત્ર Jio યુઝર્સ જ Jio Cinema એપનો આનંદ લઈ શકશે. આવી સ્થિતિમાં એરટેલને નુકસાન થઈ રહ્યું હતું.
તેના કારણે જિયોની હરીફ કંપની એરટેલે તેને નિયમોનું ઉલ્લંઘન માન્યું અને જિયો વિરુદ્ધ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈને ફરિયાદ કરી છે. જેમાં બ્રોડબેન્ડ અને ડિજિટલ એપ્સ માટે કાયદો બનાવવાની માગ કરવામાં આવી હતી. એરટેલનું કહેવું છે કે Jio DTHને ખતમ કરવા માંગે છે. જ્યાં DTH પર મેચ જોવા માટે 19 રૂપિયા લેવામાં આવે છે. આ જ ક્રિકેટ મેચ Jio સિનેમા પર ફ્રીમાં જોઈ શકાશે.
મહત્વનું છે કે આઈપીએલ શરૂ થઈ હતી ત્યારે JIO સીનેમા પર ફ્રી દર્શાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ એરટેલના વિરોધ બાદ હવે ચાર્જેબલ થઈ શકે છે. એક મેચમાં હાલમાં 2 કરોડથી વધારે લોકો ફ્રીમાં આનંદ માણી રહ્યા છે, જ્યારે ચાર્જ વસુલ કરવામાં આવશે ત્યારે દર્શકોની સંખ્યામાં ઘટડો થઈ શકે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો