KKR vs KXIP: કલકત્તાનો જોશ જળવાઇ રહેશે કે, પછી પંજાબની નિરાશા બરકરાર રહેશે, જાણો કોની શુ છે સ્થિતી

|

Oct 10, 2020 | 11:26 AM

ટી-20 લીગમાં શનિવારે શેખ ઝાયદ સ્ટેડીયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાનારી છે. બપોરે  03.30 કલાકે અબુધાબીમાં શરુ થનારી  સિઝનની 24 મી મેચ હશે. જે શનિવારે રમાનારી ટુર્નામેન્ટની એક દીવસની પ્રથમ મેચ હશે. કલકત્તાને પાછળની મેચમાં જીત મળી હતી તો પંજાબને હાર મળી હતી. ચેન્નાઇ ની સામે કલકત્તા નાઇટ રાઇડર્સના બેટસમેનો […]

KKR vs KXIP: કલકત્તાનો જોશ જળવાઇ રહેશે કે, પછી પંજાબની નિરાશા બરકરાર રહેશે, જાણો કોની શુ છે સ્થિતી

Follow us on

ટી-20 લીગમાં શનિવારે શેખ ઝાયદ સ્ટેડીયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાનારી છે. બપોરે  03.30 કલાકે અબુધાબીમાં શરુ થનારી  સિઝનની 24 મી મેચ હશે. જે શનિવારે રમાનારી ટુર્નામેન્ટની એક દીવસની પ્રથમ મેચ હશે. કલકત્તાને પાછળની મેચમાં જીત મળી હતી તો પંજાબને હાર મળી હતી.

ચેન્નાઇ ની સામે કલકત્તા નાઇટ રાઇડર્સના બેટસમેનો ફરી એકવાર ફેઇલ થયા હતા. ઓપનર જોડીમાં બદલાવ કરવા નો જરુર ફાયદો ટીમને મળ્યો હતો. સુનિલ નરેન અને ના સ્થાન પર રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં 81 રનની ઇનીંગ્સ રમી હતી. જોકે તેના સિવાય એક પણ બેટ્સમેન સારી રીતે રમત દર્શાવી શક્યો નહોતો. કલકત્તાએ પોતાની બેટીંગ ને લઇને ખુબ જ ચિંતા કરવાની જરુર વર્તાઇ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બોલીંગની બાબતમાં ગત મેચ દરમ્યાન ટીમે ઓછા રનનો બચાવ કરી લીધો હતો. એક સમયે ટીમ મેચ હારતી હોવાનુ લાગી રહ્યુ હતુ. સુનીલ સ્પિનર સુનિલ નરેન અને વરુણ ચક્રવર્તીએ ટીમને મેચમાં પરત લાવી મેચને જીતાડી દર્શાવી હતી. શિવમ માવી અને નાગરકોટી તેમજ પૈટ કમિંન્સ સાથે મળીને પંજાબની નબળી બેટીંગને ઝડપ થી સમેટવાનો દમ તેની બોલીંગ લાઇન રાખી શકે છે.

પંજાબની સ્થિતી પણ કંઇક મુશ્કેલ જનક છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ બંને ની વિકેટ ગુમાવતા જ પંજાબની બેટીંગ જાણે કે નિઃસહાય બની જાય છે. હૈદરાબાદની સામેની પાછળની મેચમાં નિકોલસ પુરણે એક સારી રમત રમી બતાવી હતી.  તેણે 77 રનની રમત રમી  હતી અને ટીમની જીત માટેની આશા બાંધી હતી, પરંતુ તે મેચને મંઝીલ સુદી પહોંચાડી શક્યો નહોતો. તો વળી ગ્લેન મેક્સવેલ પણ હવે ટીમ માટે ભારે પડી રહ્યો છે. તેનુ બેટ ચાલતુ નથી અને  એ વાતની પરેશાની પુરી ટીમને છે. તે બોલીંગમાં પણ ખાસ પ્રભાવીત રહ્યો નથી.

પંજાબની બોલીંગનુ આક્રમણ મહંમદ શામી ઉપર છે. શેલ્ડન કોટરેલ પણ પ્રભાવી રહ્યો નથી. અર્શદિપ સિંહે હૈદરાબાદ સામે અસર છોડતુ પ્રદર્શન કર્યુ હતુ. હૈદરાબાદ સામે રવિ બિશ્નોઇ સાથે સ્પિન નો ભાર મુજીબ ઉર રહમાને સંભાળ્યો હતો. કલકત્તા સામે પણ આ બંનેને ફરી એક વાર મેદાનમાં જોઇ શકાય છે.

કિંગ્સ ઇલેવન પંજાબ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચ રમાઇ ચુકી છે. જેમાંથી 17 મેચ કલકત્તાના પક્ષમાં રહી છે. જ્યારે આઠ મેચમાં પંજાબનો હાથ અધ્ધર રહ્યો છે. આમ બંને વચ્ચે આંકડાની રીતે જોઇ એ તો બંને વચ્ચે ખુબ અંતર છે. પંજાબ સામે કલકત્તાનો સર્વોચ્ચ સ્કોર 245 રનનો છે, જ્યારે 214 રનનો સ્કોર પંજાબે કલકત્તા સામે નોંધાવેલો છે.

 

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, પ્રસિધ્ધ કૃષ્ણાં, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, રાહુલ ત્રિપાઠી અને શિવમ માવી.

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

 

 

 

Next Article