Bye Bye 2020: આ વર્ષ દરમ્યાન ધોની, રૈના, પઠાણ સહિત આ 10 ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી

|

Jan 16, 2021 | 2:46 PM

1 / 10
MS DHONI -
આ યાદીમાં સૌથી પહેલુ નામ યાદ કરવુ પડે ધોનીનુ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ સોશિયલ મિડીયા પર નિવૃત્તિની ઘોષણા કરીને આખી રમતની દુનિયાને ચોંકાવી દીધી હતી. તેમણે સ્વતંત્રતા દિવસની સાંજે નિવૃત્તી જાહેર કરી હતી.

MS DHONI - આ યાદીમાં સૌથી પહેલુ નામ યાદ કરવુ પડે ધોનીનુ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ સોશિયલ મિડીયા પર નિવૃત્તિની ઘોષણા કરીને આખી રમતની દુનિયાને ચોંકાવી દીધી હતી. તેમણે સ્વતંત્રતા દિવસની સાંજે નિવૃત્તી જાહેર કરી હતી.

2 / 10
Suresh-Raina - સુરેશ રૈના ભારતીય ક્રિકેટ ચાહકો એમએસ ધોનીની નિવૃત્તિના આંચકો અનુભવી રહ્યા હતા કે સુરેશ રૈના (Suresh Raina) એ નિવૃત્તી યાત્રામાં તેમની સાથે જોડાવાનો નિર્ણય કર્યો. 2011 ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ખેલાડી IPL 2020થી હટી ગયો હતો. જો કે, રૈનાએ નવી સિઝન પહેલા તેના ભવિષ્ય વિશે નોંધપાત્ર અપડેટ આપ્યું છે. તેણે IPL 2021 માં તેના T20રમવા અંગે પુષ્ટિ કરી છે. અને સ્થાનિક સ્તરે ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ પણ કરશે.

3 / 10
Irfan Pathan

Irfan Pathan

4 / 10
Wasim Jafar - વાસિમ જાફર પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વાસિમ જાફર  (Wasim Jafar) હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબના બેટીંગ કોચ છે. તે તેની રમૂજી પોસ્ટ્સ થી સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થયો છે. જાફર વિદર્ભમાં ઘરેલું ક્રિકેટમાં સક્રિય હતો. જમણા હાથના બેટ્સમેને ઈજાના કારણે માર્ચમાં તેની કારકિર્દીની સમાપ્ત કરી હતી.

5 / 10
Sudip Tyagi - સુદિપ ત્યાગી
પૂર્વ ભારતીય ઝડપી બોલર સુદીપ ત્યાગી  (Sudip Tyagi) વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ન હતો. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ને કારણે તે ક્રિકેટ વર્તુળમાં લોકપ્રિય હતો. ત્યાગી IPL અને ભારતીય ટીમથી દૂર રહ્યા બાદ તાજેતરમાં જ તેની કારકીર્દિનો અંત કર્યો હતો. ઇરફાન પઠાણની જેમ સુદીપ ત્યાગી પણ નિવૃત્તિ પછી લંકા પ્રીમિયર લીગમાં જોડાયો છે.

Sudip Tyagi - સુદિપ ત્યાગી પૂર્વ ભારતીય ઝડપી બોલર સુદીપ ત્યાગી  (Sudip Tyagi) વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ન હતો. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ને કારણે તે ક્રિકેટ વર્તુળમાં લોકપ્રિય હતો. ત્યાગી IPL અને ભારતીય ટીમથી દૂર રહ્યા બાદ તાજેતરમાં જ તેની કારકીર્દિનો અંત કર્યો હતો. ઇરફાન પઠાણની જેમ સુદીપ ત્યાગી પણ નિવૃત્તિ પછી લંકા પ્રીમિયર લીગમાં જોડાયો છે.

6 / 10
Pragyan Ojha - પ્રજ્ઞાન ઓઝા ડાબોડી સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝા  (Pragyan Ojha) IPL પર્પલ કેપ જીતનાર પ્રથમ સ્પિન બોલર હતો. મુંબઇ ઇન્ડિયન્સ અને ડેક્કન ચાર્જર્સ તરફથી રમ્યો હતો. કમનસીબે, તે પહેલાની કેટલીક સીઝનમાં આઇપીએલ કરાર મેળવી શક્યો નહીં. ઓઝાએ છેલ્લી ટેસ્ટ મેચ 2013 માં રમી હતી અને ફેબ્રુઆરી 2020 માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી.

7 / 10
Rajat Bhatia - રજત ભાટિયા
IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી મધ્યમ ઝડપી બોલિંગ ઓલ-રાઉન્ડર રજત ભાટિયા (Rajat Bhatia) એ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમ માટે તેની છેલ્લી સીઝન રમી હતી. જો કે, તેણે IPLમાં દરેકનો આદર મેળવ્યો. રજતે ગત જુલાઈમાં તેની કારકિર્દીને પુર્ણ જાહેર કરી હતી.

Rajat Bhatia - રજત ભાટિયા IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી મધ્યમ ઝડપી બોલિંગ ઓલ-રાઉન્ડર રજત ભાટિયા (Rajat Bhatia) એ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમ માટે તેની છેલ્લી સીઝન રમી હતી. જો કે, તેણે IPLમાં દરેકનો આદર મેળવ્યો. રજતે ગત જુલાઈમાં તેની કારકિર્દીને પુર્ણ જાહેર કરી હતી.

8 / 10
Parthiv Patel - પાર્થિવ પટેલ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે (Parthiv Patel) 2002 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ન હતો, પરંતુ તે IPLમાં નિયમિત હતો. તેણે ગુજરાતને 2016-17 ની સિઝનમાં તેની આગેવાનીમાં પ્રથમ રણજી ટ્રોફી ચેમ્પિયનશિપ મેળવી ઇતિહાસ બનાવ્યો હતો. પટેલે ડિસેમ્બરમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

9 / 10
Praveen Tambe - પ્રવિણ તાંબે યાદ હોય તો તેનો કિસ્સો, પ્રવીણ તાંબે (Praveen Tambe) ને IPLમાં રમવા માટે કોલકાતા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders) ખરીદ્યો હતો. જો કે, BCCI એ તેને ભાગ લેવાની મંજૂરી આપી ન હતી. કારણ કે તે ટી10 લીગમાં રમ્યો હતો. આ નિર્ણય પછી, તાંબેએ અન્ય વિદેશી સ્પર્ધાઓમાં રમવાનું નક્કી કર્યું. સીપીએલમાં રમવા માટે તાંબે એ ઘરેલું ક્રિકેટ છોડવું પડ્યું હતું.

10 / 10
Tanmay Srivastava - તન્મય શ્રીવાસ્તવ
નવાઈની વાત એ છે કે વિરાટ કોહલી હમણાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જ્યારે તેનો અંડર -19 ટીમનો સાથી તન્મય શ્રીવાસ્તવ (Tanmay Srivastava) ઓક્ટોબરમાં નિવૃત્ત થયો છે. શ્રીવાસ્તવે ભારતીય ટીમની અંડર-19 વર્લ્ડ કપની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુર્ભાગ્યવશ, 30 વર્ષિય તન્મયે ક્રિકેટના તમામ પ્રકારોમાંથી ખૂબ જ વહેલા નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.

Tanmay Srivastava - તન્મય શ્રીવાસ્તવ નવાઈની વાત એ છે કે વિરાટ કોહલી હમણાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જ્યારે તેનો અંડર -19 ટીમનો સાથી તન્મય શ્રીવાસ્તવ (Tanmay Srivastava) ઓક્ટોબરમાં નિવૃત્ત થયો છે. શ્રીવાસ્તવે ભારતીય ટીમની અંડર-19 વર્લ્ડ કપની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુર્ભાગ્યવશ, 30 વર્ષિય તન્મયે ક્રિકેટના તમામ પ્રકારોમાંથી ખૂબ જ વહેલા નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.

Published On - 7:32 pm, Thu, 31 December 20

Next Photo Gallery