BWF Rankings: સાયના નેહવાલના રેન્કિંગમાં સુધારો, ટોપ 20માં સાત્વિક-અશ્વિનીની જોડીનો સમાવેશ

|

Feb 03, 2021 | 7:51 AM

ઓલમ્પિકથી પહેલા ભારતીય બેડમિન્ટન ખેલાડી (Badminton Player) પોતાની રેન્કિંગમાં સુધારો કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઓલમ્પિક રમતો (Olympic Games) બેડમિન્ટન ખેલાડીઓનુ ક્વોલિફિકેશન તેના રેન્કિંગ પર નિર્ભર કરે છે.

BWF Rankings: સાયના નેહવાલના રેન્કિંગમાં સુધારો, ટોપ 20માં સાત્વિક-અશ્વિનીની જોડીનો સમાવેશ
રેન્કિંગમાં વિશ્વની ટોચની 20 જોડીમાં તેઓ શામેલ થયા છે.

Follow us on

ઓલમ્પિકથી પહેલા ભારતીય બેડમિન્ટન ખેલાડી (Badminton Player) પોતાની રેન્કિંગમાં સુધારો કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઓલમ્પિક રમતો (Olympic Games) બેડમિન્ટન ખેલાડીઓનુ ક્વોલિફિકેશન તેના રેન્કિંગ પર નિર્ભર કરે છે. હાલમાં જ જારી કરવામાં આવેલી રેન્કિંગના મામલામાં સાત્વિકસાઇરાઝ રંકીરેડ્ડી (atviksairas Rankireddy) અને અશ્વિની પોનપ્પા (Ashwini Ponnappa) ની, ભારતીય મિક્સડ ડબલ્સ જોડીને હાલમાં જ એશિયાઇ ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનનો ફાયદો વિશ્વ બેડમિન્ટન રેન્કિંગ (World Badminton Ranking) માં મળ્યો છે. મંગળવારે જારી થયેલા રેન્કિંગમાં વિશ્વની ટોચની 20 જોડીમાં તેઓ શામેલ થયા છે.

સાત્વિક અને અશ્વિની ટોયોટા થાઇલેન્ડ ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. તેઓ કોઇપણ 1000 વિશ્વ ટુર પ્રતિયોગિતાની અંતિમ ચારમાં પહોંચવા વાળી પ્રથમ ભારતીય મિક્સ જોડી બની હતી. જેનાથી તેઓ 16 સ્ટેપની લાંબી છલાંગ લગાવીને પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 19 પર પહોંચી ગયા છે.

આ જોડી એ ક્વાર્ટર ફાઇનલમાં ચાન પેંગ સૂન અને ગોહ લિયુ યિંગની પાંચમી વરિયતા પ્રાપ્ત મલેશિયા જોડીને હરાવી હતી. પુરુષ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટી એ ટોયોટા થાઇલેન્ડ ઓપનમાં સેમિફાઇનલમાં પહોંચીને વિશ્વમાં પોતાનુ 10 મું સ્થાન જાળવી રાખ્યુ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અન્ય ખેલાડીઓમાં મહિલા સિંગ્લસમાં વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ સાતમાં નંબર પર બની રહી છે. જ્યારે સાયના નેહવાલ એક સ્ટેજ આગળ વધીને 19 નંબર પહોંચી છે. પુરુષ સિંગ્લસમાં કિદામ્બી શ્રીકાંત પણ એક સ્ટેજ આગળ વઘીને 13 નંબર અને સમિર વર્મા ચાર સ્ટેજ આગળ વધીને 27 સ્થાન પર પહોંચી ગયા છે.

થાઇલેન્ડમાં પ્રથમ ટુર્નામેન્ટના શરુઆતના તબક્કામાં બહાર થઇ જવાના, અને કોવિડ-19 પરિક્ષણમાં પોઝિટીવ મળવાને લઇને અને બીજી ટુર્નામેન્ટમાંથી હટી જવાને લઇને સાંઇ પ્રણીથ 17માં સ્થાન પર સરકી ગયો છે. પિંડલીની માંસપેશિયોમાં ખેંચાણને લઇને પરેશાન રહેલા પારુપલ્લી કશ્યપ બે સ્ટેજ નિચે 26 માં સ્થાન પર સરક્યો હતો. એમઆર અર્જૂન અને ધ્રુવ કપિલા પુરુષ જોડીમાં 33 સ્ટેજ કુદાવીને 64 માં સ્થાન પર આવી ગયો છે.

Next Article