બુમરાહની થનારી પત્નિ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન તેના કરતા આટલી મોટી ઉંમરની છે!

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ગોવામાં સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન રચી રહ્યો છે. મીડિયા જાણકારી મુજબ બંને જણા 14 અને 15 માર્ચે લગ્નના બંધન થી જોડાઇ શકે છે.

બુમરાહની થનારી પત્નિ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન તેના કરતા આટલી મોટી ઉંમરની છે!
જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશન 14 અને 15 માર્ચે લગ્નના બંધનથી જોડાઇ શકે છે.
| Edited By: | Updated on: Mar 14, 2021 | 7:32 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ગોવામાં સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન રચી રહ્યો છે. મીડિયા જાણકારી મુજબ બંને જણા 14 અને 15 માર્ચે લગ્નના બંધનથી જોડાઇ શકે છે. કહેવાય છે ને કે પ્રેમમાં ઉંમર, જાતિ, રંગ જેવી અનેક બાબતો આડે આવતી હોતી નથી. સંજના અને બુમરાહ વચ્ચે પણ કંઇક આવુ જ જોવા મળી રહ્યુ છે.

સંજના ગણેશન ઉંમરમાં જસપ્રિત બુમરાહ મોટી છે. જોકે ઇશ્કમાં વળી ઉંમરને ક્યાં લેવા દેવા હોય. બસ બંને એ એક બીજાના થવા માટેનો ફેંસલો કરી લીધો છે. આમ ભારતીય ક્રિકેટમાં સચિન, અનિલ કુંબલે, અજીત અગારકર, જ્વાગલ શ્રીનાથ, શિખર ધવન જેવા ક્રિકેટર્સ પણ આ પહેલા પોતાની ઉંમરમાં મોટી મહિલાઓની સાથે લગ્ન કરી ચુક્યા છે.

સંજના અને જસપ્રિત બુમરાહની વચ્ચેની ઉંમરના તફાવતની વાત છે, તો જોડીમાં સંજના મોટી છે. સંજના ગણેશનનો જન્મ 6 મે 1991માં પુણેમાં જન્મી હતી. તો બુમરાહનો જન્મ 6 ડીસેમ્બર 1993માં થયો હતો. આ હિસાબથી સંજના જસપ્રિત બુમરાહથી અઢી વર્ષ મોટી છે. સંજના ગણેશને એન્જીનીયરીંગ પણ કર્યુ છે. પરંતુ તે મોડલિંગમાં પોતાનુ કેરિયર અજમાવતી રહી હતી. તેણે નોકરી પણ કરી છે અને આ દરમ્યાન તે 2013 માં ફેમિના મિસ ઇન્ડીયા પુણે પ્રતિસ્પર્ધામાં પણ હિસ્સો લીધો હતો. જ્યાં તે ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ જીતી નહોતી શકી.

આ પછી વર્ષ 2014માં તેણે રિયાલીટી ટીવી શો એમટીવી સ્પ્લિટ્સવિલા સિઝન સાતમાં પણ હિસ્સો લીધો હતો. તેનો જોડીદાર અશ્વિની કૌલ હતા. આ શો દરમ્યાન બંને વચ્ચે રિલેશનશિપ પણ થઇ હતી, સંજના ઇજા થવાને લઇને તે શોથી બહાર થઇ ગઇ હતી. આ પછી અશ્વિની એ પણ શોથી બહાર થવાનો નિર્ણય કર્યો હતો. તો બંને સંજના અને અશ્વિની વચ્ચેના રિલેશન પણ વધારે લાંબો સમય ટક્યા નહોતા. 2015માં બંને એક બીજાથી અલગ થઇ ગયા હતા. સંજનાએ ત્યાર બાદ 2016માં એંકરિગ ફિલ્ડમાં પોતાનુ કેરિયર અજમાવવાની શરુઆત કરી હતી અને તે સ્ટાર સ્પોર્ટસ સાથે જોડાઇ હતી. ત્યારબાદથી તે સતત સ્પોર્ટસ એંકરિંગ કરી રહી છે. ક્રિકેટ ઉપરાંત પણ અનેક રમતોમાં પણ તે એંકરિંગ કરતી નજર આવી છે.