FIH World Cup : ભારતે તોડ્યો 52 વર્ષ જુનો રેકોર્ડ ,સાઉથ આફ્રિકાને 6-1થી હરાવી જીત મેળવી

Women's Hockey World Cup :એફઆઈએચ મહિલા વર્લ્ડકપ 2026માં ભારતે એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે સાઉથ આફ્રિકાને 6-1થી હરાવ્યું છે. જે આ ટૂર્નામેન્ટમાં ભારતની સૌથી મોટી જીત છે.

FIH World Cup : ભારતે તોડ્યો 52 વર્ષ જુનો રેકોર્ડ ,સાઉથ આફ્રિકાને 6-1થી હરાવી જીત મેળવી
| Updated on: Aug 19, 2026 | 7:33 AM

Women’s Hockey World Cup 2026 : નેધરલેન્ડના એમ્સટેલવીન સ્થિત વેગનેર સ્ટેડિયમમાં રમાયેલા એફઆઈએચ મહિલા વર્લ્ડકપ 2026ના પુલ-ડીમાં ભારતીય મહિલા હોકી ટીમે એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 6-1ના મોટા અંતરથી હરાવ્યું છે. પોતાની પહેલી જીત નોંધાવી છે. આ મહિલા હોકી વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતની અત્યારસુધીની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતનો બેસ્ટ રેકોર્ડ 1974માં સ્પેન વિરુદ્ધ 4-1થી જીતનો હતો.

પહેલા હાફમાં બનાવી 3-0ની લીડ

મેચની પહેલી જ મિનિટથી ભારતીય ફોરવર્ડ લાઇને વિરોધી ટીમ પર સતત દબાણ જાળવી રાખ્યું. પહેલા ક્વાર્ટરમાં, સાક્ષી રાણાના પ્રયાસ પછી ફાસ્ટ પોસ્ટ પર તૈયાર સુનેલિતા ટોપોએ એક સરળ ટેપ-ઇન કરીને ભારતનું ખાતું ખોલ્યું હતુ. પછી, બીજા ક્વાર્ટરમાં, સ્ટાર સ્ટ્રાઈકર નવનીત કૌરે પેનલ્ટી કોર્નરથી એક શક્તિશાળી સ્લેપ શોટ સાથે ટુર્નામેન્ટનો પોતાનો બીજો ગોલ કર્યો હતો. થોડા સમય પછી, સુશીલા ચાનુએ રીબાઉન્ડ કરીને ટીમનો સ્કોર 3-0 કરી દીધી.

 

 

 

ત્રીજા ક્વાર્ટમાં 3 ગોલ

હાફ ટાઈમ પછી ભારતીય સ્ટ્રાઈકરોએ પોતાના તેજ રિવર્સ સ્ટિક શોર્ટથી રમત દેખાડી હતી. દીપિકા સેહરાવત,લાલરેમ્સિયામી અને સાક્ષી રાણા ત્રણેય ખેલાડીએ એક પછી એક ગોલ કરી લીડ 6-0 પહોંચાડી હતી. મેચના અંતિમ તબક્કામાં સાઉથ આફ્રિકાની કાયલા ડી વાલાએ પેનલ્ટી કોર્નર ડિફ્લેક્શન પર ગોલ કર્યો હતો. પરંતુ ત્યાંસુધી ભારતે પોતાની જીત પાક્કી કરી લીધી હતી.

પૂલ ડીના ટોપ પર પહોંચ્યું ભારત

વધુ એક મેચમાં ચીને ઈંગ્લેન્ડને 4-2થી હરાવ્યું હતુ. આ જીત પછી ભારત અને ચીન બંને 2 મેચમાં 4-4 પોઈન્ટ થયા છે. પરંતુ શાનદાર ગોલના અંતરના આધાર પર ભારતીય ટીમ પૂલ-ડીના પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમને બીજા રાઉન્ડમાં સીધું ક્વોલિફાય કરવા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનો છેલ્લી પૂલ મેચમાં માત્ર એક ડ્રોની જરુર હશે.

 

હોકી એ ભારતની રાષ્ટિય રમત છે. આ એક આઉટડોર ગેમ છે. જે બે ટીમો વચ્ચે રમવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Published On - 7:20 am, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.