AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આર પ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચ્યો, ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીયને કરોડોનું ઇનામ મળ્યું

R Praggnanandhaa : ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ ઈતિહાસ રચ્યો છે. તે ગ્રાન્ડ સ્લેમ ટુર જીતનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. તેમણે ફાઈનલમાં ફૈબિયાનો કારુઆનાને હરાવ્યો છે.

Breaking News : આર પ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચ્યો, ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીયને કરોડોનું ઇનામ મળ્યું
| Updated on: Aug 28, 2026 | 10:08 AM
Share

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ સેન્ટ લુઈસમાં ઈતિહાસ રચી ગ્રાન્ડ ચેસ ટુરનો ખિતાબ પોતાને નામ કર્યો છે. તે આ ટ્રોફી જીતનાર પહેલો ભારતીય ચેસ ખેલાડી બન્યો છે. ફાઈનલના છેલ્લા દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફેબિયાનો કારુઆના સામે 6 પોઈન્ટથી પાછળ હોવા છતાં, પ્રજ્ઞાનંદાએ શાનદાર વાપસી કરીને ટાઇટલ જીત્યું.

3-9ના સ્કોરથી જીત સુધીની સફર

ક્લાસિકલ મેચ પછી પ્રજ્ઞાનંદ 3-9થી પાછળ ચાલી રહ્યો હતો. તેમજ ખિતાબની રેસ લગભગ પૂર્ણ માનવામાં આવી રહી હતી પરંતુ તેમણે શાનદાર વાપસી કરી હતી. પ્રજ્ઞાનંદાએ બંને રેપિડ ગેમ જીતી સ્કોર 11-9નો કર્યો હતો. કારુઆનાએ બ્લિટ3ઝની બીજી મેચ જીતી સ્કોર 12-12ની બરાબરી પર કર્યો હતો પરંતુ પ્રજ્ઞાનંદે ત્રીજો બ્લિટ્ઝ મેચ જીતી લીડ બનાવી હતી.

છેલ્લા રાઉન્ડમાં ફક્ત એક ડ્રો જરૂરી હતો, જે પ્રજ્ઞાનંદાએ ત્રણ વખત પુનરાવર્તન દ્વારા પ્રાપ્ત કરીને ટાઇટલ સુરક્ષિત કર્યું.ફાઈનલના 6 રાઉન્ડમાં પ્રજ્ઞાનંદાએ ત્રણ જીત્યા, બે ડ્રો કર્યા અને ફક્ત એકમાં હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક જીત પછી, પ્રજ્ઞાનંદાએ કહ્યું કે 6 પોઇન્ટનું અંતર ઓછું કરવું સરળ નહોતું, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તેની ઝડપી અને બ્લિટ્ઝ રમતોમાં તેના સુધારાએ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

આર પ્રજ્ઞાનંદાને કેટલા પૈસા મળ્યા?

આ ખિતાબ પ્રજ્ઞાનંદા માટે વર્ષ 2026ની એક મોટી સફળતા છે. આ વર્ષે તેમણે ગ્રાન્ડ ચેસ ટુરનો ખિતાબ જીત્યા પછી વિજેતાના રુપમાં અંદાજે 1.01 કરોડ રુપિયા મળ્યા છે. 2027 ટૂરનું સીધું ક્વોલિફાય પણ કર્યું છે. આ સિવાય આખી 2026ની સર્કિટમાં તેમણે કુલ 404,354 ડોલર રુપિયાની પ્રાઈઝમની મળી છે.

દીકરાને ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માતાએ કરી દિવસ-રાત મહેનત, જુઓ પ્રજ્ઞાનંદનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">