Breaking News : જય શાહ સતત બીજી વખત ICCના ચેરમેન બન્યા

Jay Shah Reappointment ICC Chairman: જય શાહને ફરી એકવાર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.

Breaking News : જય શાહ સતત બીજી વખત ICCના ચેરમેન બન્યા
| Updated on: Nov 16, 2026 | 11:09 AM

જય શાહ સતત બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે ચૂંટાયા છે.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ડિરેક્ટર બોર્ડે ઇન્ડોનેશિયાના બાલીમાં તેની મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગમાં જય શાહ (Jay Shah )ની બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂકની જાહેરાત કરી. ડિરેક્ટર બોર્ડે સર્વાનુમતે આ પ્રસ્તાવને મંજૂરી આપી. જય શાહે બીજા કાર્યકાળ માટે તેમની નિમણૂક બદલ ડિરેક્ટર બોર્ડનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ICC ચેરમેન તરીકે સેવા આપવી એ સન્માન અને મહત્વપૂર્ણ જવાબદારી બંને છે.

શાનદાર રહ્યો જય શાહનો પહેલો કાર્યકાળ

પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન જયશાહે વર્લ્ડ ક્રિકેટની નવી ઉંચાઈ સુધી પહોંચાડી. જય શાહે 1 ડિસેમ્બર 2024ના રોજ આધિકારિક રુપે પહેલી વખત આઈસીસી ચેરમેનનો કાર્યકાળ સંભાળ્યો હતો. 35 વર્ષની ઉંમરમાં આ પદ પર પહોંચી તે આઈસીસી ઈતિહાસના સૌથી યુવા ચેરમેન બન્યા હતા. આ પહેલા તે ઓક્ટોમ્બર 2019થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષના રુપમાં સફળતાપૂર્વક કામ કરી ચૂક્યા છે.

 

જય શાહે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન અનેક મોટા નિર્ણય લીધા. 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીમાં તેનું યોગદાન મહત્વનું છે. તેમજ મહિલા ક્રિકેટના ગ્લોબલ ડેવલપમેન્ટ, ચાહકોની વધતી સંખ્યા અને મહિલા ટૂર્નામેન્ટના બિઝનેસ વેલ્યુને વધારવા જોર આપ્યું છે. રાજનીતિક પડકારો વચ્ચે 2025 ચેમ્પિયન ટ્રોફી અને 2026 ટી20 વર્લ્ડકપ જેવી આઈસીસી ટૂર્નામેન્ટને સફળ બનાવી.

 

જય શાહ સતત બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે ચૂંટાયા , આવો છે જય શાહનો પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 10:58 am, Mon, 16 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.