Breaking News : બેડમિન્ટન સુપરસ્ટાર સાયના નેહવાલે સંન્યાસની જાહેરાત કરી, કહ્યું કે ‘મારું શરીર હવે મારો સાથ નથી આપી રહ્યું’

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાયના નહેવાલે બેડમિન્ટનને અલવિદા કહ્યું છે. સાયના નહેવાલ લાંબા સમયથી ઘુંટણની ઈજાથી પરેશાન હતી.

Breaking News : બેડમિન્ટન સુપરસ્ટાર સાયના નેહવાલે સંન્યાસની જાહેરાત કરી, કહ્યું કે મારું શરીર હવે મારો સાથ નથી આપી રહ્યું
| Updated on: Jan 20, 2026 | 9:37 AM

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલે સંન્યાસની જાહેરાત કરી છે. છેલ્લા 2 વર્ષથી ઘુંટણની ઈજાથી પરેશાન સાયના નહેવાલે કહ્યું હવે તેનું શરીર ઈન્ટરનેશનલ લેવલનું પ્રેશર સહન કરી શકતું નથી. લંડન ઓલિમ્પિકમાં 2012 બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતા સાયના નહેલા તેની છેલ્લી મેચ સિંગાપુર ઓપન 2023માં રમી હતી પરંતુ તે સમયે તને ઔપચારિક રુપથી સંન્યાસની જાહેરાત કરી ન હતી.

તમારી પોતાની શરતો પર શરૂઆત કરો અને તમારી પોતાની શરતો પર છોડી દો

એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન સાયના નહેવાલે કહ્યું કે, તેમણે અંદાજે 2 વર્ષ પહેલા રમવાનું બંધ કરી દીધું હતુ. તેમને લાગ્યું કે, તેમણે રમતની શરુઆત પોતાના દમ પર કરી અને પોતાના નિર્ણયથી જ રમત છોડી. એટલા માટે કોઈ જાહેરાતની જરુર ન હતી. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી રમવાની સ્થિતિમાં ન હોય તો તેને આ સ્વીકાર કરવું યોગ્ય હોય છે. જો તમે રમવાને લાયક નથી તો બસ વાત અહી જ પૂર્ણ થઈ જાય છે.

 

 

 

સાયના નહેવાલનું કરિયર ઈજાગ્રસ્ત રહ્યું

રિયો ઓલિમ્પિક 2016માં તેને ઘુંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે મેડલ જીત્યો હતો.તેમના નામે બે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ, ત્રણ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ અને 10 થી વધુ સુપર સિરીઝ ટાઇટલ છે.

ઘુંટણની સમસ્યા બની સંન્યાસનું કારણ

પૂર્વ વર્લ્ડ નંબર-1 બેડમિન્ટન ખેલાડી સાયનાએ કહ્યું કે, તેને ઘુંટણની સમસ્યા હતી. તેમણે કહ્યું કે, કાર્ટિલેજ સંપુર્ણ રીતે ઘસાય ચૂક્યું હતુ. તેમને આર્થરાઈટિસ છે. જેથી આગળ રમવું મુશ્કેલ છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, તેને ઔપચારિક જાહેરાતની કોઈ જરુર નથી. ધીમે ધીમે લોકો સમજી જશે કે, સાયના નહેવાલ હવે રમતી નથી.

વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી બનવા માટે દરરોજ 8-9 કલાકની સખત મહેનત કરવી પડે છે, પરંતુ માત્ર 1-2 કલાકની તાલીમ પછી સાયનાના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો. 2016ના રિયો ઓલિમ્પિકમાં ગંભીર ઈજા બાદ, તેણે 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને શાનદાર વાપસી કરી, પરંતુ દુખાવો ચાલુ રહ્યો.

 બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

 

Published On - 9:21 am, Tue, 20 January 26