ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચમાં બે ભારતીય ખેલાડીઓએ સદી ફટકાતી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ઈજા બાદ કમબેક કરનાર ટીમ ઈન્ડિયાના મજબૂત બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) લાંબા સમય બાદ સદી ફટકારી હતી અને વર્લ્ડ કપ પહેલા જરૂરી ફોર્મ પરત મેળવ્યું હતું, જ્યારે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) પણ શાનદાર ફોર્મ ચાલુ રાખતા ઓસ્ટ્રેલિયા સામે દમદાર સદી ફટકારી હતી.
!
ODI century number 3⃣ for @ShreyasIyer15
Take a bow! #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/TUNfwQTAuE
— BCCI (@BCCI) September 24, 2023
વર્લ્ડ કપ પહેલા શ્રેયસ અય્યર ફોર્મમાં આવી ગયો છે અને તેણે ઈન્દોર વનડેમાં વિસ્ફોટક સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં મોટા ખેલાડીઓ નથી રમી રહ્યા, આવી સ્થિતિમાં આ સદી ખાસ બની જાય છે. પહેલી મેચમાં શ્રેયસ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો, એવામાં તેના ફોર્મ અને ફિટનેસને લઈ સવાલો ઊભા થયા હતા જેનો આ અનુભવી બેટ્સમેને જોરદાર જવાબ આપ્યો હતો. લગભગ એક વર્ષ બાદ ODI ફોર્મેટમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની ત્રીજી ODI સદી છે.
HUNDRED in Indore for Shubman Gill!
He continues his stellar form with the bat! #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/2x2J7Njk2Z
— BCCI (@BCCI) September 24, 2023
મોહાલીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી છેલ્લી ODIમાં સદીની તક ગુમાવનાર ગિલે ઈન્દોરમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. શુભમન ગિલની આ છઠ્ઠી ODI સદી છે અને ખાસ વાત એ છે કે આ 6 માંથી 5 સદી માત્ર 2023માં આવી છે. શુભમનનું ફોર્મ વર્લ્ડ કપ પહેલા ભારત માટે ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે. શુભમને ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે 97 બોલમાં 104 રન ફટકાર્યા હતા. તે કેમરુન ગ્રીનની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. શુભમન અને શ્રેયસ બંનેએ દમદાર સદી ફટકારી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે અને ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે.
Published On - 4:45 pm, Sun, 24 September 23