Breaking News : IND vs AUS : રાજકોટ ODIમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ

રાજકોટ વનડેમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચમાં ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. રાજકોટમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જોરદાર ફટકાબાજી કરી હતી. ભારતના તમામ બોલરોની આજની મેચમાં ધુલાઈ થઈ હતી.

Breaking News : IND vs AUS : રાજકોટ ODIમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ
| Edited By: | Updated on: Sep 27, 2023 | 5:45 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થવા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલ ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India) સામે 7 વિકેટ ગુમાવી 352 રન ફટકાર્યા હતા અને ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

ચાર ખેલાડીઓએ ફટકારી ફિફ્ટી

રાજકોટ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે યોગી સાબિત થયો હતો. મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને દમદાર શરૂઆત અપાવી હતી અને બંનેએ 8 ઓવરમાં 78 રનની ભાગીદારી કરી હતી. વોર્નર ફિફ્ટી ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ માર્શ અને સ્મિથ વચ્ચે 137 રનની ભાગીદારી થઈ હતી. માર્શ 4 રન માટે સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેસ્ટમેન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને પણ ફિફ્ટી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાને વિશાળ સ્કોર તરફ લઈ ગયા હતા.

બુમરાહની ત્રણ વિકેટ

ભારતના તમામ બોલરોની રાજકોટમાં જોરદાર ધુલાઈ થઈ હતી. છતાં બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવને બે વિકેટ મળી હતી. આ સિવાય સિરાજ અને કૃષ્ણાએ પણ એક-એક વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11

પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, તનવીન સંઘા, જોશ હેઝલવુડ.

આ પણ વાંચો : Ind Vs Aus: આર અશ્વિન અંગે આજે લેવાશે નિર્ણય, તે ટીમમાં નહીં હોય તો પણ વર્લ્ડ કપનો બનશે ભાગ !

ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:20 pm, Wed, 27 September 23