ભારતના મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન થયું છે. બેદી 77 વર્ષના હતા. બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પણ હતા અને તેમણે 250 થી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. બેદીએ 1967 થી 1979 વચ્ચેના 12 વર્ષમાં ભારત માટે 67 ટેસ્ટ મેચ અને 10 ODI મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ઘણી મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.બિશન સિંહ બેદી (Bishan Singh Bedi )એ 1967માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી ટેસ્ટ 1979માં રમી હતી.
તેણે કેટલીક મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેની ગણતરી ભારતના મહાન સ્પિનરોમાં થાય છે. તે 1975 અને 1979 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતા.બેદીનું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત છે કારણ કે તે સ્પિનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ અને સૌથી મોટું નામ હતું જેણે વિશ્વભરના બેટ્સમેનો માટે માથાનો દુખાવો બન્યો હતો.પંજાબ માટે ક્રિકેટ કરિયરની શરુઆત કરનાર બિશન સિંહ બેદી મોટાભાગનો સમય દિલ્હીની રણજી ટીમ સાથે પસાર કર્યો હતો. બિશન સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર અંદાજે 12 વર્ષનું રહ્યું છે.
Deeply saddened by the demise of the legendary spinner and former captain of the Indian cricket team Bishan Singh Bedi Ji. Bedi Ji will live in our memories not only through his contribution to the cricketing world but also as the master of crafty bowling who could weave magic on…
— Amit Shah (@AmitShah) October 23, 2023
તમને જણાવી દઈએ કે, બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી બોલિવુડ અભિનેતા છે. તેમે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે સાથે વેબસિરીઝમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેમની પત્ની નેહા ધુપિયા ભારતની મોટી સ્ટાર છે.તેણે 31 ડિસેમ્બર 1966ના રોજ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી અને 1979માં ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી ટેસ્ટ રમી. આ સમયગાળા દરમિયાન, તેણે 67 ટેસ્ટ મેચમાં ભારત માટે 266 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : Hangzhou Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
Published On - 3:55 pm, Mon, 23 October 23