Breaking News : ભારતને કોમનવેલ્થમાં ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો, 100 મીટર ગોલ્ડ અને સિલ્વર 2 મેડલ આવ્યા

Commonwealth Games 2026 : ભારતના મોહમ્મદ બેસિલે કોમનવેલ્થ ગેમમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યામાં વધારો થયો છે. ભારતના ખાતામાં કોમનવેલ્થ ગેમમાં કુલ 3 ગોલ્ડ મેડલ આવ્યા છે.

Breaking News : ભારતને કોમનવેલ્થમાં ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો, 100 મીટર ગોલ્ડ અને સિલ્વર 2 મેડલ આવ્યા
| Updated on: Jul 30, 2026 | 8:04 AM

ભારત માટે કોમનવેલ્થ ગેમ 2026નો સાતમો દિવસ ગોલ્ડન રહ્યો છે.તે પણ એથલેટિક્સ ટ્રેકમાં 23 વર્ષના દિલિપ મહાદુ ગાવિતે એવી સફળતા દેશને અપાવી છે. ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમ્સમાં પેરા એથલેટ્કિસમાં T47 કેટેગરીમાં 100 મીટર રેસમાં ભારતના દિલિપ મહાદુ ગાવિતે સૌથી ફાસ્ટ રેસ લગાવતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ ભારતના મોહમ્મદ બેસિલે આ રેસમાં બીજું સ્થાન મેળવ્યું હતુ અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ ભારતનો કોમનવેલ્થ ગેમમાં ત્રીજો ગોલ્ડ મેડલ અને કુલ 15 મેડલ થયા છે.

30 મીટરમાં ગેમ પલટી

ગ્લાસગોના રકોટસ્ટન સ્ટેડિયમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં બુધવારે 29 જુલાઈની સાંજે પેરા એથલેટિક્સની આ ફાઈનલ રમાઈ હતી. આ T47 કેટેગરીમાં 100 મીટરની ફાઈનલ હતી. જેમાં ભારત તરફથી 2 દાવેદાર હતા. આ સાથે એક ગોલ્ડ અને એક સિલ્વર ભારતે જીત્યો હતો.30 મીટરમાં ગેમ પલટી, ભારતે સિલ્વર જીત્યોઆ રેસ ગાવિતે એક અલગ જ અંદાજમાં જીતી છે. તેમણે 10.71 સેકન્ડની સાથે આ રેસ જીતી હતી. જે કોમનવેલ્થની ગેમની આ કેટેગરીમાં એક નવો રેકોર્ડ બન્યો છે.

નાની ઉંમરમાં હાથ કાપ્યો, હાર માની નહી

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી આવનાર દિલિપ મહાદુના જન્મના થોડા સમય પછી હાથ કાપો પડ્યો હતો. તે નાનો હતો ત્યારે ઝાડ પરથી નીચે પડ્યો હતો. આ કારણે તેનો ડાબો હાથ કાપવો પડ્યો હતો. ત્યારબાદ તે એક હાથે જીવન જીવતો હતો. પરંતુ આ દરમિયાન એથલેટિક્સ તેના માટે મોટો સહારો બન્યો હતો. સ્થાનિક કોચ હેઠળ ગાવિતે સ્પ્રિંટિંગ શીખ્યું 2019માં તે ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મહારાષ્ટ્રની ટીમનો ભાગ બન્યો હતો.

ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

દિલિપનું જીવન સૌથી મોટી સફળતા 2023માં આવી હતી. પેરા એશિયન ગેમ્સમાં T47 કેટેગરીમાં 400 મીર રેસમાં ગોલ્ડ મેડલ જીતી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ તેમણે પોતાની રેસિંગ બદલી અને 400 મીટરના બદલે 100 મીટર પર હાથ અજમાવ્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો અને તેમણે એશિયન ગેમ્સ બાદ કોમનવેલ્થ ગેમમાં પણ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.

Breaking News : CWG 2026માં ભારતના મેડલની સંખ્યા 12 પર પહોંચી, માત્ર 0.85 સેકન્ડથી ગુલવીર સિંહ ગોલ્ડ મેડલ ચૂક્યો અહી ક્લિક કરો

 

Published On - 7:45 am, Thu, 30 July 26

Follow Us