Breaking News: ત્રીજી T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી

ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલ ત્રણ મેચની સીરિઝની ત્રીજી અને ફાઇનલ T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. પહેલી બે મેચમાં જીતના કારણે ભારતીય મહિલા ટીમે T20 સીરિઝ 2-1થી જીતી હતી.

Breaking News: ત્રીજી T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી
| Edited By: | Updated on: Jul 13, 2023 | 5:47 PM

કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના સામે T20 સીરિઝ જીતી હતી. જોકે સિરીઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવા પડ્યો હતો. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલ ત્રીજી T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20 મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને બાંગ્લાદેશને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલાની બંને મેચમાં પણ ભારતીય કેપ્ટન હરમનપ્રીતે જ ટોસ જીત્યો હતો. પહેલી મેચમાં તેણે બોલિંગ પસંદ કરી હતી, જ્યારે બીજી અને ત્રીજી મેચમાં તેણે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

રાશિ કનોજીયાએ કર્યું ડેબ્યૂ

ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા હતા. હરલીન દેઓલ અને બારેડી અનુષાની જગ્યાએ દેવિકા વૈદ્ય અને રાશિ કનોજિયાને ટીમમાં સ્થાન મળ્યું હતું. રાશિ કનોજીયાએ બાંગ્લાદેશ સામે રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ટીમમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, વિકેટ કીપર યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, દેવિકા વૈધ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, રાશિ કનોજિયા, મિન્નુ મણિનો સમાવેશ થયો હતો.

બાંગ્લાદેશને જીતવા 103 રનનો ટાર્ગેટ

ત્રીજી T20માં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 102 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા, જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 28 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સતત ત્રીજી મેચમાં ફ્લોપ સાબિત થઈ હતી અને માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી રાબેયા ખાને સૌથી વધુ ત્રણ અને સુલતાના ખાતૂને બે વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું

103 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ચાર ઓવરમાં જ બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ ઓપનર શમીમા સુલતાના અને નિગાર સુલતાનાએ 46 રનની ભાગીદારી કરી હતી. નિગાર સુલતાના 14 અને શમીમા સુલતાના 42 રન બનાવી આઉટ થઈ હતી. બંને ખેલાડીઓએ બાંગ્લાદેશની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી તરફેટ હાંસલ કરી લીધો હતો અને ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી મિન્નુ મણિ અને દેવિકા વૈધે સૌથી વધુ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : Thailand : ભગવાન હનુમાન બેંગકોકમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના સત્તાવાર માસ્કોટ

ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝ જીતી

બાંગ્લાદેશ સામે પહેલી બે T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી અને અંતિમ મેચમાં ભારતને હારનો સામનો કરવા પડ્યો હતો. અંતિમ મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચમાં જિતના આધારે T20 સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરાઇ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:52 pm, Thu, 13 July 23