BAN vs SL Asia Cup 2023 : શ્રીલંકાએ બાંગ્લાદેશને 164 રનમાં ઓલઆઉટ કર્યું, નઝમુલ હુસૈને 89 રન બનાવ્યા

BAN vs SL Asia Cup 2023 : બાંગ્લાદેશે શ્રીલંકાને 165 રનનો આસાન ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નજમુલ હુસૈને 122 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો.

BAN vs SL Asia Cup 2023 : શ્રીલંકાએ બાંગ્લાદેશને 164 રનમાં ઓલઆઉટ કર્યું, નઝમુલ હુસૈને 89 રન બનાવ્યા
BAN vs SL Asia Cup 2023
| Updated on: Aug 31, 2023 | 7:32 PM

Balagolla : પાકિસ્તાન-નેપાળ વચ્ચેની ધમાકેદાર મેચથી ગઈકાલે એશિયા કપની શરુઆત થઈ હતી. આજે 31 ઓગસ્ટે બીજી મેચ બાંગ્લાદેશ- શ્રીલંકા વચ્ચે યોજાઈ છે. બાંગ્લાદેશે શ્રીલંકાને 165 રનનો આસાન ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નજમુલ હુસૈને 122 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો.

નઝમુલ સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તૌહિદે 20 રન , મોહમ્મદ નઈમે 16 રન અને મુશફિકુર રહીમે 13 રન બનાવ્યા હતા. આ 4 સિવાય અન્ય કોઈ બેટ્સમેન રનમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર મતિશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી હતી. મહિષ તિક્ષાનાએ 2 વિકેટ લીધી હતી. ધનયાનજ ડી સિલ્વા, દુનિથ વેલાલ્ગે અને દાસુન શનાકાને એક-એક સફળતા મળી.

આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાની નજર હવે ડાયમંડ લીગ પર, જાણો આજે ક્યાં જોઈ શકાશે LIVE મેચ

 

 

 

બંને દેશની ક્રિકેટ ટીમની પ્લેઈંગ 11

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (wk), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (c), દુનિથ વેલેઝ, મહિષ તિક્ષાના, કાસુન રાજીથા, મથિશા પાથિરાના

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન : મોહમ્મદ નઈમ, તનજીદ હસન, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ, શાકિબ અલ હસન (c), મુશફિકુર રહીમ (wk), મેહિદી હસન મિરાજ, મેહિદી હસન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.

એશિયા કપ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:54 pm, Thu, 31 August 23