Breaking News : Asian Gymnastics Championshipsમાં હર્ષિતે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, અક્ષતે સિલ્વર મેડલ જીત્યો

Asian Gymnastics Championships: ભારતીય ખેલાડીઓએ જુનિયર એશિયન જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2026 માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. હર્ષિત દામોદરને ગોલ્ડ મેડલ અને અક્ષત બજાજે સિલ્વર મેડલ જીત્યો હતો.

Breaking News : Asian Gymnastics Championshipsમાં હર્ષિતે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, અક્ષતે સિલ્વર મેડલ જીત્યો
| Updated on: Jun 25, 2026 | 1:46 PM

ભારતીય જિમ્નાસ્ટિક્સના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. જુનિયર એશિયન જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં, ભારતીય ખેલાડીઓએ તેમના સંતુલન અને આશ્ચર્યજનક એક્રોબેટિક્સનું પ્રદર્શન કર્યું, ભવ્ય મંચ પર ત્રિરંગો લહેરાવ્યો. ઉભરતા ભારતીય જિમ્નાસ્ટ હર્ષિત દામોદરન અને અક્ષત બજાજે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. આ પહેલી વાર છે જ્યારે ભારતે આ ચેમ્પિયનશિપમાં એક જ ઇવેન્ટમાં ટોપ-2 બંને સ્થાન મેળવ્યા છે.

હર્ષિતનું ગોલ્ડન પ્રદર્શન

સ્પર્ધાની ફાઈનલમાં બંનને ભારતીય ખેલાડીઓ વચ્ચે ખુબ રોમાંચક કાંટાની ટકકર જોવા મળી હતી. જે 21 જૂનના રોજ રમાઈ હતી. હર્ષિત દામોદરે આખી સ્પર્ધા દરમિયાન એકગ્રતા અને પોતાની સટીકતાનું પ્રદર્શન કર્યું છે. હર્ષિતે 13.649ના સ્કોરની સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન હર્ષિતે સતત શાનદાર વોલ્ટ લગાવ્યા હતા. પહેલા જ પ્રયત્નમાં 13.866 પોઈન્ટ મેળવ્યા હતા. તો બીજા પ્રયત્નમાં 13.433 પોઈન્ટ પોતાને નામ કર્યા હતા.

 

 

 

બીજી બાજુ અક્ષત બજાજે પણ પોતાના સાથી ખેલાડીને મજબુત ટકકર આપી હતી. ખુબ જ નાના સ્કોરના અંતરથી તે ગોલ્ડ મેડલથી ચુકી ગયો હતો. આ દરમિયાન અક્ષત બજાજે પહેલા વોલ્ટમાં 13.500 અને બીજામાં 13.366 પોઈન્ટ નોંધ્યા છે. જેના કારણે તે 13.433ની સાથે સિલ્વર મેડલજીત્યો છે.

લંડનમાં ખાસ ટ્રેનિંગ

ભારતીય પુરુષ જિમ્નાસ્ટિક ટીમના કોચ રાકેશ પાત્રાએ આ મોટી ઉપલબ્ધી વિશે વાત કરતા પીટીઆઈને જણાવ્યું કે, છોકરાઓએ ખુબ મોટી સફળતા મેળવી છે. તેમણે એક મહિના પહેલા ભુવનેશ્વરમાં આયોજિત નેશનલ કેમ્પમાં સારી ટ્રેનિંગ લીધી હતી. તેની તૈયારી હેઠળ મે તેમને લંડન મોકલ્યા હતા. તેઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમને આશા છે કે, 2030 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ગોલ્ડ મેડલ જીતશે.

તમને જણાવી દઈએ કે,દીપા કર્માકર રિયો 2016 ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહીને વોલ્ટ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા. તેમણે 2024 એશિયન ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતમાં જિમ્નેસ્ટિક્સના વિકાસનું શ્રેય જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (GFI) ને જાય છે, જે જુનિયર, સિનિયર અને અન્ય ફોર્મેટ (લયબદ્ધ, એરોબિક) માં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરે છે.

 રમત-ગમત સહિત મનોરંજન, ભક્તિ, બિઝનેસ અને ગુજરાતના મહત્વના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published On - 1:24 pm, Thu, 25 June 26

Follow Us