ભારતે 5 વર્ષની રાહ જોયા બાદ ફરી એશિયા કપ 2023 (Asia Cup 2023) પર કબજો જમાવ્યો છે. રવિવાર 17 સપ્ટેમ્બરના રોજ, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આવી ફાઇનલ યોજાઈ, જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. કોઈપણ ક્રિકેટ ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ ફાઈનલ જેવી એકતરફી ફાઈનલ ભાગ્યે જ જોવા મળી છે. મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ના અત્યાર સુધીના સૌથી યાદગાર સ્પેલે શ્રીલંકા સામે એવી તબાહી મચાવી દીધી કે આખી ટીમ 92 બોલમાં માત્ર 50 રનમાં જ પડી ગઈ. ટીમ ઈન્ડિયા (Team India) એ કોઈપણ સમસ્યા વિના આ મેચ અને 10 વિકેટથી ખિતાબ જીતી લીધો.
કોલંબોમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડની તમામ મેચોની જેમ ફાઇનલમાં પણ વરસાદનો ખતરો હતો, પરંતુ શરૂઆતની 15-20 મિનિટના ઝરમર ઝરમર વરસાદ પછી ભારતીય ઝડપી બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. શરૂઆત જસપ્રિત બુમરાહે કરી હતી અને અંત હાર્દિક પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ મેચનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો, જેણે તેની કારકિર્દીની સૌથી ઘાતક બોલિંગ કરી હતી 6 વિકેટ લઈ એકલા હાથે શ્રીલંકાને ધ્વસ્ત કર્યું હતું.
. . !
A clinical show in the summit clash!
A resounding 10-wicket win to clinch the #AsiaCup2023 title
Well done, #TeamIndia! #INDvSL pic.twitter.com/M9HnJcVOGR
— BCCI (@BCCI) September 17, 2023
ટોસ જીત્યા બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે થોડું આશ્ચર્યજનક હતું. ત્યારબાદ વરસાદના કારણે મેચ લગભગ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી. મેચ શરૂ થતાં જ માત્ર ભારતીય પેસરો જ સારા ફોર્મમાં હતા. જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરમાં જ કુસલ પરેરાની વિકેટ લીધી હતી. અહીંથી પાયો નાખવામાં આવ્યો અને પછી ખરી રમત ચોથી ઓવરમાં શરૂ થઈ, જ્યારે સિરાજે એક-બે નહીં, પરંતુ 4 શ્રીલંકાના બેટ્સમેનોને એક જ ઓવરમાં આઉટ કર્યા. ત્યાર બાદ બીજી જ ઓવરમાં સિરાજે તેની પાંચમી વિકેટ પણ લીધી હતી.
છઠ્ઠી ઓવર સુધીમાં શ્રીલંકાએ માત્ર 12 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને પરિણામ નિશ્ચિત જણાતું હતું. માત્ર કુસલ મેન્ડિસ અને દુષણ હેમંતા જ ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા હતા, જેના કારણે શ્રીલંકા કોઈક રીતે 50ના આંકડાને સ્પર્શવામાં સફળ રહી હતી. ભારત સામેની વનડેમાં પણ આ શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર હતો. હાર્દિકે છેલ્લી બે બોલમાં બે વિકેટ લઈ શ્રીલંકાને ઓલઆઉટ કર્યું હતું. બુમરાહે એક, હાર્દિકે ત્રણ અને સિરાજે 6 વિકેટ લીધી હતી.
India storm to victory in the #AsiaCup2023 Final against Sri Lanka
: https://t.co/UROMhx0HTs pic.twitter.com/X4OOrGDJ6H
— ICC (@ICC) September 17, 2023
આ પણ વાંચો : Asia Cup Final: મોહમ્મદ સિરાજે મેદાનમાં કંઈક એવું કર્યું, વિરાટ કોહલી હસવાનું રોકી શક્યો નહીં, જુઓ Video
જ્યાં સુધી બેટિંગની વાત છે તો જીત નિશ્ચિત હતી, તેથી કેપ્ટન રોહિત શર્મા પોતે ઓપનિંગ માટે આવ્યો ન હતો અને ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવા મોકલ્યો હતો. બંનેએ વધુ સમય લીધો ન હતો અને માત્ર 37 બોલ (6.1 ઓવર)માં ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. આ રીતે ભારતે 263 બોલ બાકી રહેતા જીત મેળવી, જે આ રીતે ટીમની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે કેન્યા સામે 231 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. તેમજ ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો, જેમાંથી ભારત ફાઇનલમાં શ્રીલંકાને પાંચમી વખત હરાવી ચેમ્પિયન બન્યું હતું.
Published On - 6:06 pm, Sun, 17 September 23