
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ સાથે જોડાયેલા એક કેસ મામલે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરને રાહત આપીછે.સુપ્રીમ કોર્ટે 2017માં પોતાના આ આદેશમાં સુધારો કર્યો છે. આ નિર્ણય BCCI સાથે સંકળાયેલા લાંબા સમયથી ચાલતા કેસમાં આવ્યો છે. જાન્યુઆરી 2017માં સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુર સામે સીઝ એન્ડ ડેસ્ટિસ્ટ આદેશ જાહેર કર્યો હતો, જેનાથી તેમને બોર્ડના તમામ ભાગમાં ભાગ લેવાથી અટકાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં અનુરાગ ઠાકુરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદ પરથી દુર કર્યા હતા. આ આદેશની સાથે તેમની સામે તિરસ્કાર અને ખોટી જુબાનીના કેસ પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2017માં થોડી રાહત આપવામાં આવી હતી. હવે કોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનુરાગ ઠાકુર હવે બીસીસીઆઈ કેરુલ્સ એન્ડ રેગુલેશન મુજબ બોર્ડના કામો અને બેઠકોમાં ભાગ લઈ શકે છે. જેના પર લાગેલો પ્રતિબંધ દુર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશમાંથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે આ આદેશમાં સંશોધન માટે અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, 2017માં આદેશ સાંભળ્યા વગર પસાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેની આ માંગ સ્વીકાર કરી તેના પર લાગેલો પ્રતિબંધ દુર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણ ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં એક મહત્વનો બદલાવ લાવી શકે છે. અનુરાગ ઠાકુર 2016માં બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા હતા. પરંતુ લોઢા સમિતિની ભલામણોનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય હવે તેમને સક્રિય બોર્ડ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપે છે, જો તેઓ BCCIના હાલના નિયમોનું પાલન કરે.
19 જાન્યુઆરી 2019ના રોજ, તેઓ સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય જનતા પાર્ટીના સાંસદ બન્યા, જે સંસદમાં યોગદાન માટે આપવામાં આવતો એવોર્ડ છે. ઠાકુરે 27 નવેમ્બર 2002ના રોજ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી ગુલાબ સિંહ ઠાકુરની પુત્રી શેફાલી ઠાકુર સાથે લગ્ન કર્યા છે.
Published On - 4:32 pm, Thu, 5 February 26