ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બાળકોને કરશે પ્રેરિત, બાળકોને સ્પર્શ કરવા બ્રોન્ઝ મેડલ આપશે

લવલિનાએ કહ્યું, જ્યારે મારી નજર ઓલિમ્પિક પર સ્થિર હતી, ત્યારે હું ઓછામાં ઓછા એક વખત મેડલનો સ્પર્શ કરવા અને અનુભવવા ઇચ્છતી હતી.  હવે જ્યારે મેં આસામ માટે મેડલ જીત્યો છે, હું ઈચ્છું છું કે વધુને વધુ બાળકો સ્પર્શે, અનુભવે અને તેનાથી પ્રેરિત થાય.

ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બાળકોને કરશે પ્રેરિત, બાળકોને સ્પર્શ કરવા બ્રોન્ઝ મેડલ આપશે
Lovlina Borgohain
| Edited By: | Updated on: Aug 14, 2021 | 12:22 PM

ઓલિમ્પિક(Olympics) બ્રોન્ઝ મેડલ વિજેતા મુક્કાબાજ લવલીના બોરગોહેને (Lovlina borgohain) શુક્રવારે કહ્યું હતું કે તે તેના રાજ્ય આસામની મુલાકાતે બાળકોને મળશે અને તેમને તેમના હાથથી મેડલ સ્પર્શ કરવા દેશે. જેથી બાળકો પણ મેડલ જીતવાનો પ્રયાસ કરવા પ્રેરાય.   ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હી જતા પહેલા એક સન્માન કાર્યક્રમમાં, લવલીનાએ કહ્યું કે, તે આવતા અઠવાડિયે ફરી આસામ પરત ફરશે અને બાળકોને રમતમાં ભાગ લેવા અને રાષ્ટ્ર માટે મેડલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેશે.

લવલિનાએ કહ્યું, જ્યારે મારી નજર ઓલિમ્પિક પર સ્થિર હતી, ત્યારે હું ઓછામાં ઓછા એક વખત મેડલનો સ્પર્શ કરવા અને અનુભવવા ઇચ્છતી હતી.  હવે જ્યારે મેં આસામ માટે મેડલ જીત્યો છે, હું ઈચ્છું છું કે વધુને વધુ બાળકો સ્પર્શે, અનુભવે અને તેનાથી પ્રેરિત થાય.

ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલો બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લવલીનાએ કહ્યું કે, હું હંમેશા વિચારતી હતી કે ભારત આટલા ઓછા મેડલ કેમ જીતે છે. અને મને સમજાયું છે કે આની પાછળનું મોટું કારણ એ છે કે રમતગમત હજુ પણ આપણા અભ્યાસક્રમનો ભાગ નથી.

તેમણે કહ્યું, રમતગમત આપણી શિક્ષણ પ્રણાલીનો ફરજિયાત વિષય બનવો જોઈએ. જો આવું થાય તો દેશના ખેલાડીઓ વધુ ઘણા મેડલ જીતી શકે છે કારણ કે તેઓ સખત મહેનત કરવા સક્ષમ છે.  ભવિષ્યની યોજનાઓના પ્રશ્ન પર, લવલીનાએ કહ્યું, આગામી ચાર વર્ષમાં વિશ્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સ છે. મારે શરૂઆતથી જ તૈયારી શરૂ કરવી પડશે. તમારી નબળાઈઓ પર કામ કરો અને તમારી જાતને મજબૂત કરો, જેથી પેરિસ માટે કોઈ બહાનું ન હોય.

આ પણ વાંચોIND vs ENG: રિવ્યૂના ચક્કરમાં વિરાટ કોહલી ફરી મજાકની સ્થિતિમાં મુકાયો, DRS લેવામાં કાચો રહે છે કોહલી

આ પણ વાંચોKrunal Pandyaના કોરોના પ્રકરણમાં સામે આવી ગંભીર ભૂલ, મેડીકલ ટીમની ભૂલે 8 ખેલાડીઓને ફસાવ્યા