Cricket: ભૂવનેશ્વર કુમારના પિતાનું લીવરની બીમારીથી અવસાન

|

May 20, 2021 | 9:28 PM

ભારતીય ટીમ (Team India)ના ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ના પિતાનું ગુરુવારે નિધન થયુ છે. લાંબા સમયથી બિમાર રહેલા ભૂવનેશ્વર કુમારના પિતાએ પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા.

Cricket: ભૂવનેશ્વર કુમારના પિતાનું લીવરની બીમારીથી અવસાન
Bhuvneshwar Kumar and Father-Mother

Follow us on

ભારતીય ટીમ (Team India)ના ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ના પિતાનું ગુરુવારે નિધન થયુ છે. લાંબા સમયથી બિમાર રહેલા ભૂવનેશ્વર કુમારના પિતાએ પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા. ભૂવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહ (Kiran Pal Singh) લાંબા સમયથી લિવર સંબંધિત બિમારીથી સંઘર્ષ કરી રહ્યા હતા. અવસાન પૂર્વે તેમની સારવાર નોઈડા સ્થિત હોસ્પિટલમાં ચાલી રહી હતી.

 

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

63 વર્ષિય ભૂવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાંથી રજા બાદ પરિવાર સાથે ઘરે જ સારસંભાળ હેઠળ હતા. કિરણપાલ સિંહ પોલીસ કર્મચારી હતા અને તેઓએ નોકરીથી વીઆરએસ મેળવ્યુ હતુ. તેઓ છેલ્લા લાંબા સમયથી લીવરની સમસ્યા સામે લડી રહ્યા હતા. ભૂવનેશ્વર કુમાર હાલમાં ઘરે જ પિતાની સાથે હતો. તે પરિવારના અન્ય સભ્યોની સાથે પિતાની સાર સંભાળ લઈ રહ્યો હતો.

 

 

રિપોર્ટસ મુજબ તેમની નોઈડા અને દિલ્હીમાં કિમો થેરાપી પણ કરવામાં આવેલી હતી. જોકે છેલ્લા કેટલાક સપ્તાહ અગાઉ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળ્યુ હતુ. જે બાદ તેમને મેરઠના ગંગાનગર સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ તેઓને મુઝફ્ફરનગરની અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

 

 

ભૂવનેશ્વર કુમારની પસંદગી હાલમાં ઈંગ્લેંડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં કરવામાં આવી નહોતી. ભારત ઈંગ્લેંડ પ્રવાસ દરમ્યાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમાનાર છે. ત્યારબાદ ઈંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમનાર છે. જુલાઈ માસ દરમ્યાન ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ જનાર છે. જેમાં ભૂવીને પસંદ થવાની પુરી તક છે. ભારત શ્રીલંકા વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી રમાનારી છે.

 

આ પણ વાંચો: CPL 2021: કોરોનાકાળમાં IPL અને PSL સ્થગીત હોવા વચ્ચે CPL ટુર્નામેન્ટ રમાશે, તારીખનું કરાયુ એલાન

Next Article