ભૂવનેશ્વરે લાબાં સમય સુધી ક્રિકેટથી દુર રહેવુ પડી શકે છે, ઘરેલુ ક્રિકેટ પણ ગુમાવશે

|

Dec 25, 2020 | 9:40 AM

ભારતીય ક્રિકેટ ટીમના મધ્યમ ગતિના બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ઇજાને લઇને ક્રિકેટ થી દુર રહેવાનો સમય છ મહિના થઇ શકે છે. આ વર્ષે યુએઇ (UAE) માં રમાયેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) દરમ્યાન ભુવનેશ્વર ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇને તે અધવચ્ચે થી જ ટુર્નામેન્ટ થી હટી ગયો હતો. હવે તેને લઇને જાણકારી સામે આવી રહી […]

ભૂવનેશ્વરે લાબાં સમય સુધી ક્રિકેટથી દુર રહેવુ પડી શકે છે, ઘરેલુ ક્રિકેટ પણ ગુમાવશે

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના મધ્યમ ગતિના બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ઇજાને લઇને ક્રિકેટ થી દુર રહેવાનો સમય છ મહિના થઇ શકે છે. આ વર્ષે યુએઇ (UAE) માં રમાયેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) દરમ્યાન ભુવનેશ્વર ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇને તે અધવચ્ચે થી જ ટુર્નામેન્ટ થી હટી ગયો હતો. હવે તેને લઇને જાણકારી સામે આવી રહી છે તેને આ ઇજામાંથી બહાર આવવામાં છ મહિનાનો સમય વીતી શકે છે.

આઇપીએલ 2020 દરમ્યાન 2, ઓક્ટોબરે ભુવનેશ્વરને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ તે ટુર્નામેન્ટ થી પરત ભારત આવી પહોંચ્યો હતો. હાલમાં ભુવી બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ થી પસાર થઇ રહ્યો છે. આ બોલરને ઇજા થવા થી લઇને સાજા થવા સુધીનો સમય છ મહિના લાગી જાય છે. આઇએએનએસ થી વાતચીત કરવા દરમ્યાન એક અધિકારીએ કહ્યુ હતુ કે, હવે તે સીધો આગામી IPL માં જ રમી શકશે. તે હવે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટ થી બહાર રહેશે.

ભુવીની ઇજાને લઇને શરુ થઇ રહેલી BCCI ની ઘરેલુ  T20, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી પણ બહાર રહેવુ પડશે. ઉત્તરપ્રદેશની પસંદ કરાયેલી ટીમમાં પણ તેનુ નામ સામેલ નથી. મુંબઇ ઇન્ડીયન્સની સાથે જોડાયેલા ફિઝીયો હિથ મેથ્યૂએ બતાવ્યુ કે, ઝડપી બોલરોની સાથે આ પરેશાની રહે છે કારણ તે શરીર પર ખૂબ અસર પાડે છે. પાછળના કેટલાક વર્ષોથી તે ખૂબ દુર્ભાગ્યશાળી રહ્યો છે, તેને આ પ્રકારે ઇજા પહોંચી રહી છે. તેને બેક સ્ટ્રેન, સાઇડ સ્ટ્રેન અને હેમસ્ટ્રીંગ ઇજા ની પરેશાન પહોંચી છે. આ બધાની અસર શરીરના નિચલા ભાગ પર પડે છે. અને જે બોલરો માટે મોટી પરેશાની બનીને સામે આવે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ક્યારેક ક્યારેક જ્યારે બોલર, વધુ ગતિથી બોલ નાંખે કે, વધારે સ્વિંગ કરાવવાની કોશિષ કરે ત્યારે સિઝન લાગી જાય છે. આવી જ રીતે આપણુ શરીર પણ નવા દબાણને ઉઠાવવામાં સમય લેતો હોય છે અને નવી ચિજો કરે છે. દુર્ભાગ્ય થી તેનો દબાવ કેટલાક ભાગો પર વધારે પડતો હોય છે. આના થી શરીરને પરેશાની થાય છે. પછી તે મુશ્કેલ થઇ જાય છે.

Next Article