Sourav Ganguly Corona Positive : BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

|

Dec 28, 2021 | 10:10 AM

Sourav Ganguly Corona Positive : ભારતના પૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે, તે પછી તે સ્વસ્થ થઈ રહ્યો હતો અને સતત કામ કરી રહ્યા હતા.

Sourav Ganguly Corona Positive : BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
BCCI president Sourav Ganguly tests COVID-19 positive

Follow us on

Sourav Ganguly Corona Positive : પૂર્વ ભારતીય કેપ્ટન (Former Indian Captain)સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઓમિક્રોન (Omicron)ના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે

ભારતના પૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી પ્રભાવિત થયા બાદ તેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગાંગુલીને ગઈકાલે રાત્રે કોરોના વિશે ખબર પડી જ્યારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આ પછી તેના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. 49 વર્ષીય ગાંગુલી હાલમાં ડોક્ટરની ટીમની  દેખરેખમાં છે.

આ વર્ષે હાર્ટ એટેક આવ્યો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગાંગુલી એક વર્ષમાં બીજી વખત હોસ્પિટલ પહોંચ્યા છે. આ પહેલા જાન્યુઆરીમાં તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલ (Woodland Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ઓમિક્રોન વેરિઅન્ટનો કહેર

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, કોરોના ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહ્યું છે, ભારતમાં પણ ઓમિક્રોનના 600 થી વધુ કેસ સામે આવ્યા છે, ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને ત્રીજી લહેર  ગણાવી રહ્યા છે.

કોહલી સાથે સૌરવ વિવાદોમાં રહ્યો

તમને જણાવી દઈએ કે હાલમાં જ સૌરવ ગાંગુલી વિરાટ કોહલી સાથેના વિવાદને કારણે હેડલાઈન્સમાં છે, જ્યારે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. જ્યારે વિરાટ કોહલીને ODI ટીમની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો ત્યારે સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે તેણે વિરાટને T20ની કેપ્ટનશીપ ન છોડવા માટે કહ્યું હતું, પરંતુ તે માન્યા ન હતા. આ પછી પસંદગીકારોએ વ્હાઈટ બોલના ફોર્મેટમાં એક જ કેપ્ટન રાખવાનો નિર્ણય કર્યો. જોકે, વિરાટ કોહલીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેણે કહ્યું કે તેને કોઈએ કેપ્ટનશિપ ન છોડવાની વિનંતી કરી નથી.

સૌરવ ગાંગુલીના રેકોર્ડ

સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી છે. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામેની પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારીને પોતાના ટેસ્ટ કરિયરની મજબૂત શરૂઆત કરી હતી. તેણે 49 ટેસ્ટ અને 147 વનડેમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી.

આ પણ વાંચો : PM MODIના કાફલામાં સામેલ થઈ12 કરોડની Mercedes-Maybach S650 કાર, ગોળી અને વિસ્ફોટની નથી થતી અસર, જાણો ખાસિયત

Published On - 9:47 am, Tue, 28 December 21

Next Article