BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત

|

Sep 19, 2020 | 1:58 PM

ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ  હોવાનું પણ સામે આવ્યુ છે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ […]

BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત

Follow us on

ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ  હોવાનું પણ સામે આવ્યુ છે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલા સુત્રો દ્વારા જ સામે આવી છે. શરુઆતમાં જ સીએસકેના 13 સભ્યોને કોરોના પોઝિટીવ હોવાની ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મુશ્કેલી અનુભવી રહ્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યાં જ હવે ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મેડીકલ ટીમના જ સભ્ય જ કોરોનાની ઝપેટમાં આવતા પરેશાની વધી ચુકી છે. આટલુ જ નહીં પરંતુ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના પણ બે સભ્યો પણ કોરોના સંક્રમિત મળ્યા છે. બોર્ડના સુત્રો દ્વારા જાણકારી મળી આવી હતી કે પોતાની ટીમના સભ્યને કોરોના પોઝિટીવ છે. બીસીસીઆઈ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે, મેડીકલ ટીમના સભ્યને કોરોના પોઝિટીવ હોવાની વાત સાચી છે, પરંતુ આ કોઈ મુદ્દો નથી કારણ કે સિનીયર મેડીકલ ઓફીસર સંક્રમિત થયા છે. પરંતુ તેમને આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા છે. તેઓ કોઈના સંપર્કમાં નથી રહ્યા અને તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આશા છે કે હવે પછી તેમના કોરોના અંગેના પરીક્ષણમાં તેઓનો રીપોર્ટ નેગેટીવ આવી જાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડેમીના પણ બે સભ્યો છે કે જેઓ પણ કોરોના સંક્રમિત હોવાનો રીપોર્ટ આવ્યો છે અને તેમને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 9, સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં આઈપીએલ રમાનારી છે. આના પહેલા જ આઈપીએલમાં 14 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે.  જો કે સીએસકેના તમામ સભ્યો પહેલાથી જ કોરોના અંગેના ટેસ્ટમાં નેગેટીવ આવ્યા છે, પરંતુ આમ છતાં પણ વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની સામે ચિંતા વર્તાઈ રહી છે. મોટેભાગે કોરોનાથી સંક્રમિત થયેલા જે પણ સભ્યો સામે આવ્યા છે. તેઓમાં કોઈપણ પ્રકારના લક્ષણો કોરોના અંગેના સામે આવ્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:33 pm, Thu, 3 September 20

Next Article