BCCI: ત્રણ વર્ષ અગાઉ ભારતે ચોથો વિશ્વકપ જીત્યો હતો, જીતના હિરોએ કરેલી ગરબડની વાત પછી આવી હતી બહાર

|

Feb 03, 2021 | 9:16 AM

આજ થી બરાબર ત્રણ વર્ષ, અગાઉ ભારતે અંડર-19 વિશ્વ કપ (Under-19 World Cup) જીત્યો હતો. ન્યુઝીલેન્ડ (New Zealand) માં રમાઇ રહેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલીયા (India vs Australia) ને આઠ વિકેટે હરાવ્યુ હતુ, 3 ફેબ્રુઆરી 2018ના દિવસે માઉન્ટ માઉંગાનુઇમાં આ મુકાબલો થયો હતો. જે જીતનો હિરો મનજોત કાલરા હતો.

BCCI: ત્રણ વર્ષ અગાઉ ભારતે ચોથો વિશ્વકપ જીત્યો હતો, જીતના હિરોએ કરેલી ગરબડની વાત પછી આવી હતી બહાર
એક વર્ષ બાદ જાણકારી સામે આવી હતી કે, મનજોત કાલરાની ઉંમરમાં ગોટાળો છે.

Follow us on

આજ થી બરાબર ત્રણ વર્ષ, અગાઉ ભારતે અંડર-19 વિશ્વ કપ (Under-19 World Cup) જીત્યો હતો. ન્યુઝીલેન્ડ (New Zealand) માં રમાઇ રહેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલીયા (India vs Australia) ને આઠ વિકેટે હરાવ્યુ હતુ, 3 ફેબ્રુઆરી 2018ના દિવસે માઉન્ટ માઉંગાનુઇમાં આ મુકાબલો થયો હતો. જે જીતનો હિરો મનજોત કાલરા હતો. જેણે અણનમ શતક લગાવ્યુ હતુ. પરંતુ આગળ જતા દિલ્હીના આ ખેલાડીની બાબતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. મનજોત કાલરા (Manjot Kalra) પોતાની ઉંમરને લઇને ઘપલું કરી દીધુ હતુ. તેના માતા પિતાએ એક વર્ષ ઓછી ઉંમર લખાવી હતી. તેના કારણે કે વિશ્વકપમાં રમવાની તક લઇ શક્યો હતો. વર્ષ 2019માં દિલ્હી પોલીસે (Delhi Police) મનજોત ના માતા-પિતા પર સંતાનની ઉંમરમાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને મનજોતને રણજી ટ્રોફી (Ranji Trophy) માં રમવા પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

જો મેચની વાત કરીએ તો, રાહુલ દ્રવિડની કોચિંગ અને પૃથ્વી શો ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પુરી ટુર્નામેન્ટમાં અપરાજિત રહી હતી. સતત જીત સાથે ફાઇનલમાં સ્થાન બનાવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયાએ ફાઇનલ મેચમાં પ્રથમ બેટીંગ કરી હતી. ભારતની બોલીંગ સામે ઓસ્ટ્રેલીયા બેટીંગમાં ફાવી શક્યુ નહોતુ. બંને ઓપનર જેક એડવર્ડ (28) અને મેક્સ બ્રાયંટ (14) ઝડપ થી ડ્રેસીંગ રુમ પરત પહોંચ્યા હતા. બંનેને ઇશાન પોરેલ એ આઉટ કર્યા હતા. થોડાક સમય બાદ કેપ્ટન જેસન સાંધા (13) પણ કમલેશ નાગરકોટીના બોલ પર આઉટ થયો હતો. તેના પછી જોનાથન મેરલો (76) અને પરમ ઉપ્પલ (34 ) રન કરીને સ્કોરને આઘળ વધાર્યો હતો. જોકે ભારત સામે ઓસ્ટ્રેલીયા 217 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ.

લક્ષ્યાંકને પાર પાડવા ની શરુઆત કરતા પૃથ્વી શો (29) અને મનજોત કાલરા (101) એ જબરદસ્ત શરુઆથ કરી હતી. 21.2 ઓવરમાં ભારતનો સ્કોર 131 રન બે વિકેટ પર હતો. જીત માટે 86 રનની જરુર હતી, જ્યારે 172 બોલ બાકી હતા. કિપર હાર્વિક દેસાઇએ ઝડપી 47 રન કરી ને સ્કોર આગળ વધાર્યો હતો. જ્યારે કાલરાએ શતક પુરુ કરી લીધુ હતુ. આમ ટીમ ચોથી વાર અંડર-19 વિશ્વકપ જીતવામાં સફળ થઇ હતી. કાલરાએ 8 ચોગ્ગા અને 3 છગ્ગા પોતાની ઇંનીંગ દરમ્યાન લગાવ્યા હતા. તે અંડર-19 વિશ્વકપની ફાઇનલમાં શતક લગાવનારા પાંચમાં બેટ્સમેન બન્યો હતો. ફાઇનલ મેચ ને 39 મી ઓવરમાં જ જીતી લીધી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જોકે એક વર્ષ બાદ જાણકારી સામે આવી હતી કે, મનજોત કાલરાની ઉંમરમાં ગોટાળો છે. BCCIની તપાસમાં તેને છુટકારો પણ મળી ગયો હતો, જોકે દિલ્હી પોલીસે જ્યારે મામલામાં ગરબડી હોવાનુ તપાસ દરમ્યાન ખોલ્યુ હતુ. તેના માતા-પિતાએ એક વર્ષ ઓછી ઉંમર લખાવી હતી. જેને લઇને કાલરાને વિશ્વકપ રમવા મળ્યો હતો. જેને લઇને તેને એક વર્ષ માટે રણજી ટ્રોફી રમવા પર રોક લગાવી દીધી હતી. ભારતીય જૂનિયર ક્રિકેટને સંભાળી રહેલા રાહુલ દ્રવિડ પણ ઉંમરના મામલામાં સખ્ત છે. દ્રવિડ એ BCCI ના વાર્ષિક મન્સૂર અલી ખાન પટૌડી લેક્ચરમાં વયને લઇને છેડછાને સૌથી મોટો ગુન્હો ગણાવ્યો હતો. તેમણે આ પ્રકારના મામલામાં આકરી કાર્યવાહી કરવા માટે નો પ્રયાસ કર્યો છે.

Next Article